ઇન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ટી20 લીગ છે. આ લીગની પ્રથમ સીઝન 2008માં રમાઈ હતી. અત્યાર સુધી તેની 13 સીઝન રમાઈ ચૂકી છે અને હવે તેની 14મી એડિશન રમાશે. આઈપીએલની 14મી સીઝન એટલે કે આઈપીએલ 2021 નવ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ સીઝનની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે રમાશે. આ લીગે વિશ્વ ક્રિકેટને એકથી એક મોટા સ્ટાર આપ્યા છે. આજે વિશ્વભરના ક્રેકટર આ લીગમાં રમવા માગે છે. આ લીગની પ્રસિદ્ધી એટલી છે કે અનેક કરિકેટર પોતાની નેસનલ ટીમને છોડીને તેમાં ભાગ લેશે. તેમાં દક્ષિણ આપ્રીકા, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશના ખેલાડી સામેલ છે. આમે અમે તમને જણાવી રહ્યા છીએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ખેલાડીઓ ક્યા ક્યા છે.
2/5
બી ડિવિલિયર્સ - આ લીગમાં અત્યર સુધી 23 વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.
3/5
ક્રિસ ગેલ – આઈપીએલમાં ગેલ અત્યાર સુધી 22 વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
4/5
રોહિત શર્મા – આ યાદીમાં રોહિત ત્રીજા નંબર પર છે. તેણે અત્યાર સુધી 18 વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
5/5
ડેવિડવોર્નર અને ધોની – આ યાદીમાં ધોની અને વોર્નર સંયુક્ત રૂપે ચોથા નંબર પર છે. આ બન્ને ખેલાડીઓએ અત્યાર સુધી 17-17 વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.