શોધખોળ કરો
IND vs SL T20I: ભારત-શ્રીલંકા ટી20 મેચોમાં યુજવેન્દ્ર ચહલે લીધી છે સૌથી વધુ વિકેટો, ટૉપ-5માં આ બૉલરો સામેલ
અત્યારે બન્ને ટીમો વચ્ચે રમાયેલી તમામ મેચોમાં યુજવેન્દ્ર ચહલ ટૉપ વિકેટ ટેકર બૉલર બનીને સામે આવ્યો છે.

ફાઇલ તસવીર
1/6

IND vs SL T20I Series: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 જાન્યુઆરીથી 3 મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, અત્યારે બન્ને ટીમો વચ્ચે રમાયેલી તમામ મેચોમાં યુજવેન્દ્ર ચહલ ટૉપ વિકેટ ટેકર બૉલર બનીને સામે આવ્યો છે.
2/6

યુજવેન્દ્ર ચહલ - ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી રમાયેલી ટી20 મેચોમાં સૌથી વધુ વિકેટો યુજવેન્દ્ર ચહલના નામે નોંધાયેલી છે. તેને 10 મેચો રમી છે અને 20 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 15.65 અને ઇકોનૉમી રેટ 8.23 નો રહ્યો છે.
3/6

દુષ્મંથા ચમીરા - શ્રીલંકાના ફાસ્ટ બૉલર દુષ્મંથા ચમીરા અહીં બીજા નંબર પર છે. ચમીરાએ ટીમ ઇન્ડિયા વિરુદ્ધ 15 ટી20 મેચો રમી છે, અને 16 વિકેટ ઝડપી છે, ચમીરાની બૉલિંગ એવરેજ 26.68 અને ઇકોનૉમી રેટ 7.90 રહ્યો છે.
4/6

રવિચંદ્નન અશ્વિન - આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ભારતીય બૉલર આર અશ્વિન છે. અશ્વિને શ્રીલંકા વિરુદ્ધ 7 ટી20 મેચોમાં 10.28 ની લાજવાબ બૉલિંગ એવરેજ અને 5.36 ની ઇકોનૉમી રેટથી 14 વિકેટો ઝડપી છે.
5/6

દાસુન શનાકા - ભારત -શ્રીલંકા ટી20 મેચોની ચૌથી સૌથી વધુ વિકેટો લેનારો બૉલર લંકન કેપ્ટન દાસુન શનાકા છે. તેને 19 મેચોમાં 16.25 ની બૉલિંગ એવરેજ અને 7.50 ની ઇકોનૉમી રેટથી 12 વિકેટો ઝડપી છે.
6/6

કુલદીપ યાદવ - ટૉપ-5ના આ લિસ્ટમાં ભા્રતીય બૉલર કુલદીપ યાદવ પણ સામેલ છે. કુલદીપે 9 ટી20 મેચોમાં 18.50ની બૉલિંગ એવરેજ અને 7.40ની ઇકોનૉમી રેટથી 12 વિકેટો લીધી છે.
Published at : 30 Dec 2022 10:18 AM (IST)
આગળ જુઓ
Advertisement