નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં અવનવી વાતો હંમેશા માટે સામે આવતી રહી છે, આ કડીમાં હવે એવા પાંચ બેટ્સમેનોની વાત કરવાની છે, જે બૉલરોને ધોળે દિવસે તારા બતાવતી બેટિંગ કરતા હતા, પરંતુ પોતાની એક ભૂલના કારણે સૌથી વધુ રનઆઉટ થયા છે. આ લિસ્ટમાં બે ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે, જે ક્રિકેટની દુનિયાના દિગ્ગજો છે. જાણો........
2/6
સ્ટીવ વૉ, ઓસ્ટ્રેલિયા- દિગ્ગજ કાંગારુ કેપ્ટન સ્ટીવ વૉ સૌથી ઘાકડ બેટ્સમેનો સામેલ છે, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 104 વાર રનઆઉટ થયો છે.
3/6
રાહુલ દ્રવિડ, ભારત- હંમેશા એક દિવાલની જેમ ક્રિઝ પર અડીને ઉભા રહેતો દ્રવિડ પણ સૌથી વધુ વાર રનઆઉટનો શિકાર બન્યો છે. 101 વાર રાહુલ દ્રવિડ રનઆઉટ થયો છે.
4/6
સચીન તેંદુલકર, ભારત- ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકર પણ આ લિસ્ટમાં સામેલ છે. સચીન 98 વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનઆઉટ થયો છે.
5/6
મહેલા જયવર્ધને, શ્રીલંકા- શ્રીલંકાનો ધાકક બેટ્સમેન મહેલા જયવર્ધને 95 વાર રનઆઉટ થયો છે, તેને શ્રીલંકાને કેપ્ટન તરીકે 2014માં ટી20 વર્લ્ડકપ જીતાડ્યો હતો.
6/6
ઇન્ઝમામ-ઉલ-હક, પાકિસ્તાન- ખતરનાક બેટ્સમેન ગણાતો ઇન્ઝમામ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 92 વાર રનઆઉટ થયો છે.