IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનુ શાનદાર પ્રદર્શન ચાલુ છે. 209 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચોથા દિવસની રમતના અંતે એક વિકેટ ગુમાવીને 52 રન બનાવી લીધા છે.
2/7
નૉટિંઘમમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ સારો રહ્યો છે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટ્રેન્ટ બ્રિઝમા રમાઇ રહેલી સાત ટેસ્ટ મેચોમાંથી ભારત બે વાર હારી ચૂક્યુ છે, અને આટલી જ વાર જીત હાંસલ કરી છે. 2007 અને 2018માં ભારતને આ મેદાન પર જીત મળી હતી. ટીમ ઇન્ડિયાને જોકે એકવાર ફરીથી લક્ષ્યનો પીછો કરતા જીત મળવાની સંભાવના છે.
3/7
14 વર્ષ પહેલાની સરખામણીમાં આ વખતે પડકાર વધુ મુશ્કેલ છે, જ્યારે રાહુલ દ્રવિડની ટીમને ફક્ત 72 રનોના લક્ષ્યનો સામનો કરવો પડ્યો હતો. ભારતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને તે લક્ષ્યને હાંસલ કરી લીધો હતો.
4/7
પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં 183 રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવીને લીડ મેળવી હતી. આ પછી બીજી ઇનિંગમાં યજમાન ટીમ ઇંગ્લેન્ડ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઇ અને બીજી ઇનિંગમાં 303 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 303 રન બનાવ્યા અને ભારતને જીત માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જૉ રૂટે સૌથી વધુ 109 રન બનાવ્યા હતા.
5/7
ચોથા દિવસની રમત- ચોથા દિવસની રમતની વાત કરીએ તો, દિવસ પુરો થાય ત્યાં સુધી ભારતનો સ્કર એક વિકેટ ગુમાવીને 52 રન પર હતો. સ્ટમ્પ્સના સમયે રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા 12-12 રનો પર હતા. વળી, કેએલ રાહુલ 26 રન બનાવીને પેવિલેલિયન ભેગો થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રૉડે એક વિકેટ લીધી.
6/7
ભારતની વાત કરીએ તો ભારત તરફથી બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી લીધુ હતુ.