શોધખોળ કરો
IPLમાં આ મિસ્ટ્રી ગર્લ્સે મચાવી છે ધમાલ, ક્રિકેટના એ ફેન્સ જે રાતોરાત બન્યા સ્ટાર

06
1/6

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 શરૂ થવાને હવે થોડા દિવસ જ બાકી છે ત્યારે ક્રિકેટ ચાહકોમાં આઇપીએલને લઇને ખૂબ ઉત્સાહિત છે. આ ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે.કોરોના વચ્ચે સ્ટેડિયમમાં 25 ટકા દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે. આ અગાઉ પણ કેમેરામેને આવી જ કેટલીક મિસ્ટ્રી ગર્લ્સ અને ફેન્સને ફોટો-વિડિયોમાં કેદ કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.
2/6

IPL 2019 માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ચીયર કરતી વખતે એક મહિલા ચાહક કેમેરામાં કેદ થઈ હતી. લાલ ટોપમાં દેખાતી આ મિસ્ટ્રી ગર્લનું નામ દીપિકા ઘોષ હોવાનું સામે આવ્યું હતુ.
3/6

IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને હંમેશા મિસ્ટ્રી ગર્લ ચીયર કરતી જોવા મળે છે. તે દિગ્ગજ મુથૈયા મુરલીધરન, વીવીએસ લક્ષ્મણ અને બાકીની ટીમ સાથે વાત કરતી કેમેરામાં પણ ઝડપાઈ ગઈ છે. ચાહકો એ જાણવા ઉત્સુક હતા કે કોણ છે આ છોકરી? વાસ્તવમાં આ યુવતી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારન છે
4/6

આ 2018ની આઈપીએલ સીઝનની વાત છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી હતી. પછી એક સિમ્પલ દેખાતી મિસ્ટ્રી ગર્લના વીડિયો અને ફોટા વાયરલ થયા. તે ચેન્નાઈની ટીમને ચીયર કરી રહી હતી. મહેન્દ્ર સિંહ ધોની સાથેના તેના ફોટા પણ વાયરલ થયા હતા. બાદમાં માલતી ચેન્નાઈ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરની બહેન હોવાનું બહાર આવ્યું હતું. તે ધોનીની ચાહક છે.
5/6

IPL 2019ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને ચોથી વખત ટાઈટલ જીત્યું હતું. તમામ ચાહકો જીતની ઉજવણીમાં નાચવા લાગ્યા, પરંતુ એક મિસ્ટ્રી ગર્લ કેમેરામાં કેદ થઈ ગઈ, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બાદમાં તેનું નામ અદિતિ હુંડિયા હોવાનું બહાર આવ્યું હતું. તે એક મોડલ છે અને તેણે 2017 મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો.
6/6

IPL 2020માં દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ રહી હતી. મેચ ટાઈ થઇ હતી. પંજાબે સુપર ઓવર જીતી લીધી. આ સુપર ઓવર દરમિયાન અન્ય એક યુવતી કેમેરામાં કેદ થઇ હતી. બાદમાં જાણવા મળ્યું કે તેનું નામ રિયાના લાલવાણી છે. તે દુબઈની છે અને તેણે સોશિયલ મીડિયા પર પોતાને સુપર ઓવર ગર્લ તરીકે હેશટેગ કરી છે.
Published at : 24 Mar 2022 12:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
