શોધખોળ કરો
IPL 2023: ગુજરાત ટાઈટન્સની હાર પાછળ આ રહ્યા મોટા કારણ, આ રીતે બદલાઈ શક્યું હોત પરિણામ
CSK vs GT IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને જીત અપાવી હતી.
આઈપીએલ ફાઈનલમાં વિનિંગ શોટ ફટકાર્યા બાદ જાડેજા
1/6

IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં ગુજરાતની હાર પાછળ ઘણા કારણો હતા.
2/6

ચેન્નાઈના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ડેવોન કોનવે ગુજરાતની હારનું મુખ્ય કારણ બન્યા હતા. કોનવેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે 25 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ છેલ્લી ઓવરમાં સિક્સર અને ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
Published at : 30 May 2023 10:34 AM (IST)
આગળ જુઓ





















