શોધખોળ કરો
LSG vs MI: મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં આકાશ માધવન બન્યો 'હીરો', આ હતા લખનૌની હારના મોટા કારણો
IPL 2023 Eliminator: મુંબઈએ એલિમિનેટર મેચમાં લખનૌને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં લખનૌની ટીમ 101 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. મુંબઈ તરફથી આકાશ મધવાલે 5 વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં આકાશ માધવન બન્યો 'હીરો'
1/6

મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મુંબઈ માટે આ મેચમાં આકાશ માધવાલે બોલ વડે મહત્વની ભૂમિકા ભજવતા 5 વિકેટ ઝડપી હતી.
2/6

183 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમે આ મેચમાં શરૂઆતથી જ વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. પ્રથમ 6 ઓવરમાં ટીમે પોતાના બંને ઓપનિંગ બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી.
3/6

આ મેચમાં એક સમયે લખનૌનો સ્કોર 69 રનમાં 2 વિકેટે હતો. આ પછી ટીમ 101 રનમાં સમેટાઈ ગઈ હતી. આગામી 32 રનમાં લખનૌએ તેની 8 વિકેટ ગુમાવી દીધી હતી. તેનું સૌથી મોટું કારણ મિડલ ઓર્ડરના બેટ્સમેનોની અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળતા છે.
4/6

મુંબઈ માટે એલિમિનેટર મેચમાં 3 યુવા ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બેટિંગમાં, તિલક વર્મા અને નેહલ વાઢેરાએ નિર્ણાયક સમયે 26 અને 23 રનની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર 182 સુધી પહોંચાડ્યો હતો.
5/6

બોલિંગમાં મુંબઈ તરફથી આકાશ માધવાલનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું હતું. આકાશે 3.3 ઓવરમાં માત્ર 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આકાશે આ મેચમાં પ્રેરક માંકડ, નિકોલસ પુરન, આયુષ બદોની, રવિ બિશ્નોઈ અને મોહસીન ખાનને પોતાનો શિકાર બનાવ્યો હતો.
6/6

મુંબઈ માટે આ મેચમાં કેમેરોન ગ્રીન અને સૂર્યા વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 બોલમાં 66 રનની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ સમયે આવી હતી. આ ભાગીદારીના આધારે મુંબઈની ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.
Published at : 25 May 2023 06:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
રાજકોટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
