શોધખોળ કરો
'ધ વોલ' સવિતાએ ઓસ્ટ્રેલિયાના 8 પેનલ્ટી કોર્નરને રોકી ભારતીય ટીમને અપાવી જીત, જાણો કોણ છે સવિતા ?

હોકી પ્લેયર સવિતા પુનિયા
1/8

ભારતીય મહિલા હોકી ટીમનો ટોકિયો ઓલ્મિપિનમાં જીતનો શ્રેય આમ તો સમગ્ર ટીમને જાય છે પરંતુ ભારતીય ટીમની સવિતા પુનિતાએ જે રીતે શાનદાર પર્ફોમ કર્યું તે ખરેખર પ્રશંસનિય છે.
2/8

સવિતા પુનિયા બીજી વખત ઓલ્મિપિકમાં રમી રહી છે. આ પહેલા તેમણે રિયો ઓલ્પિપિકમાં ભાગ લીઘો હતો. હોકીમાં શાનદાર ખેલ માટે તેમને 2018માં અર્જુન અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
3/8

સવિતા પુનિયા ઇન્ડિયાની બેસ્ટ હોકી ગોલ કિપર તરીકે પસંદગી પામી ચૂકી છે પરતું જો કે તેમને સફર એટલો સરળ ન હતો. સવિતા પુનિયાના પિતાએ કહ્યું કે, સમય મળતાં તે મેઇલ ખેલાડી સાથે હોકીની પ્રેકટિસ કરતી હતી.
4/8

સવિતાએ કહ્યું હતું કે,સમય મળતાં પરુષ ખેલાડી ડ્રગ ફ્લિક શોર્ટ મારે છે જેને રોકવા માટે ખૂબ જ તાકત લગાવવી પડે છે. સવિતાના આ અભ્યાસના કારણે તેમણે વર્લ્ડ હોકી લીગમાં એક વખત જાપાન સામે રમતા સાત પેનલ્ટી કોર્નર દરમિયાન ડ્રગ ફ્લિક શોર્ટ રોકી શકી હતી. આજે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે પણ તેમણે એ જ કર્યું.
5/8

ગત ઓલ્પમિકમાં પણ સવિતા પુનિયાની મહત્વની ભૂમિકા રહી હતી. ટીમને ક્વાટર ફાઇનલ સુધી પહોંચાડવામાં તેનું મહત્વનું યોગદાન છે. સવિતા પુનિયા હોકી ટીમની ઉપકપ્તાન પણ છે.
6/8

સવિતાના પુનિયાના કોચ આઝાદ સિંહે કહ્યું કે, સવિતાની ખેલ પ્રતિભાનો કોઇ જવાબ નથી.તેમણે કહ્યું કે, સવિતા પહેલા ફુલ બેક રમતી હતી. ત્યારે તેના પહેલાના કોચ સુંદર સિંહ ખર્બે કહ્યું કે, તું સારી ગોલ કિપર બની શકે છે. બસ અહીંથી જ તેમનો સફળતાનો સફર શરૂ થયો.
7/8

સવિતા એશિયા કપ રાષ્ટ્રિય સ્પર્ધામાં 5થી6 વખત ગોલકિપર તરીકે સિલેક્ટ થઇ ચૂકી છે. તો એશિયન ગેમ્સમાં તે બ્રોન્ઝ મેડલ જીત ચૂકી છે.
8/8

સવિતા હરિયાણાના સરસા જિલ્લાના જોધકા ગામની રહેવાસી છે. પિતા મહેન્દ્ર સિંહ પુનિયા ફ્રાર્માસિસ્ટ છે. પિતાએ કહ્યું કે. જો દીકરીઓને પણ યોગ્ય માહોલ અનેપ્રોત્સાહન આપવામા આવે તો તે દરેક ક્ષેત્રેમાં શાનદાર પર્ફોમ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
Published at : 02 Aug 2021 12:33 PM (IST)
આગળ જુઓ
Advertisement