શોધખોળ કરો
Indian Hockey Team : બ્રોન્ઝ જીત્યા બાદ ભારતીય હૉકી ટીમે કરી શાનદાર ઉજવણી, જાણો કોને અર્પણ કર્યો મેડલ?
Hockey India Bronze Medal: ભારતીય હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ જોરશોરથી ઉજવણી કરી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડી મનપ્રીત સિંહે આ મેડલ ગોલકીપર શ્રીજેશને અર્પણ કર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
1/7

Hockey India Bronze Medal: ભારતીય હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ જોરશોરથી ઉજવણી કરી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડી મનપ્રીત સિંહે આ મેડલ ગોલકીપર શ્રીજેશને અર્પણ કર્યો હતો.
2/7

ભારતીય હૉકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતમાં હરમનપ્રીત સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. જીત બાદ ભારતીય ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી.
3/7

ટીમ ઈન્ડિયાના ખેલાડી મનપ્રીત સિંહે આ જીત પીઆર શ્રીજેશને સમર્પિત કરી છે. તે ભારતનો દિગ્ગજ ગોલકીપર છે.
4/7

પીઆર શ્રીજેશે તેની કારકિર્દીની છેલ્લી મેચ સ્પેન સામે રમી હતી. હવે તે હૉકીને અલવિદા કહી દેશે.
5/7

ભારતે સ્પેન સામેની મેચમાં બે ગોલ કર્યા હતા અને આ બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા. ટીમ ઈન્ડિયા માટે આ જીત ઐતિહાસિક હતી.
6/7

ભારતીય હૉકી ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ આ પહેલા 2020માં પણ બ્રોન્ઝ જીત્યો હતો.
7/7

ભારતે હૉકીમાં અત્યાર સુધીમાં કુલ 13 મેડલ જીત્યા છે. તેમાં 8 ગોલ્ડ છે.
Published at : 09 Aug 2024 08:22 AM (IST)
આગળ જુઓ
Advertisement