શોધખોળ કરો
મોબાઈલમાં આ કામ નહીં કરાવો તો અટકી શકે છે તમારી બેંકિંગ સેવાઓ, જાણો સરકારનો નવો MNV નિયમ
સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા અને ડિજિટલ વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગે કડક પગલાં લીધાં છે.
જો તમે હજુ સુધી તમારા મોબાઈલ નંબરનું વેરિફિકેશન કે માન્યતાની પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે, કારણ કે આ બેદરકારીને લીધે તમારી બેંકિંગ સેવાઓ અટકી શકે છે. સરકાર દ્વારા 'ટેલિકમ્યુનિકેશન સાયબર સિક્યુરિટી રૂલ્સ, ૨૦૨૪' અંતર્ગત મોબાઈલ નંબર વેલિડેશન (MNV) અને હેન્ડસેટની સુરક્ષા માટેના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકોની રોજિંદી સેવાઓ પર પડશે.
1/5

કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગ દ્વારા સાયબર સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્યથી અમલમાં મુકાયેલા આ મહત્વપૂર્ણ સુધારાઓમાં 'મોબાઈલ નંબર વેલિડેશન' (MNV) અને 'રિસેલ ડિવાઈસ સ્ક્રબિંગ' જેવી અદ્યતન જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકના મોબાઈલ નંબરની ખરાઈ ત્વરિત અને સચોટ રીતે કરી શકે. અત્યાર સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને છેતરપિંડી કરનારાઓ બનાવટી દસ્તાવેજોના આધારે સીમ કાર્ડ મેળવી લેતા હતા, પરંતુ આ નવા નિયમોથી આવી પ્રવૃત્તિઓ પર કડક લગામ કસી શકાશે અને બેંકિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત બનશે.
2/5

મોબાઈલ નંબર વેલિડેશન (MNV) સિસ્ટમ વાસ્તવમાં એક સુરક્ષિત ડિજિટલ માળખું છે, જે સાયબર ફ્રોડ સામે ઢાલ સમાન બની રહેશે. આ પ્લેટફોર્મ મારફતે કોઈપણ મોબાઈલ નંબરની વિગતો સીધી જે તે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર સાથે 'ક્રોસ વેરિફાય' એટલે કે સામસામે તપાસવામાં આવશે. સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે કોઈ નંબર MNV સિસ્ટમમાં તપાસવામાં આવે છે, ત્યારે કંપની પુષ્ટિ કરે છે કે તે નંબર કોના નામે નોંધાયેલો છે અને હાલમાં તે એક્ટિવ છે કે કેમ. આ પ્રક્રિયાને કારણે નકલી દસ્તાવેજો પર મેળવેલા સિમ કાર્ડ, ફેક રજિસ્ટ્રેશન અને સાયબર અપરાધ માટે વપરાતા શંકાસ્પદ નંબરોને પળવારમાં ઓળખી શકાશે.
Published at : 30 Nov 2025 06:55 PM (IST)
આગળ જુઓ
Advertisement





















