શોધખોળ કરો
Jio, Airtel, VIના આ છે સૌથી સસ્તાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ આપનારા ડેટા પ્લાન, જાણો દરેકની ઓફર વિશે.....

Data_offer
1/7

નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપનીઓ ગ્રાહકોને લલચાવવા માટે ખાસ ઓફર્સ આપી રહી છે. કંપનીઓ એવા પ્લાન લઇને આવી રહી છે, જેમાં હાઇ સ્પીડ ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. ટેલિકૉમ માર્કેટમાં Jio અને Airtelના એકથી ચઢિયાતા એક પૉસ્ટપેડ પ્લાન અવેલેબલ છે.
2/7

તો અમે તમને જિઓ, વૉડાફોન અને એરટેલના કેટલાક એવા સસ્તા પૉસ્ટપેડ પ્લાન વિશે બતાવી રહ્યાં છે, જેમાં તમને 50GBથી વધુ ડેટા અને અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. તમે આમાથી કોઇપણ પ્લાન લઇ શકો છો.
3/7

Airtelનો 399 રૂપિયા વાળો પૉસ્ટપેડ પ્લાન..... તમે એરટેલના પ્લાનનુ વિચારી રહ્યાં છો તો 399 રૂપિયામાં જ તમને Airtelનો આ શાનદાર પ્લાન મળી જશે. આમાં યૂઝર્સને દરરોજ 100SMS અને ડેટા રૉલઓવરની સાથે કુલ 40GB ડેટા મળશે. યૂઝર્સ કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ પણ કરી શકશે. આ ઉપરાંત યૂઝર્સને આ પેકની સાથે એરટેલ એક્સ્ટ્રીમ પેકનુ સબ્સક્રિપ્શન આપવામાં આવશે.
4/7

Jioનો 399 રૂપિયા વાળો પૉસ્ટપેડ પ્લાન.... જિઓમાં તમને 399 રૂપિયા વાળો સસ્તો પ્લાન મળી રહ્યો છે. Jioના આ રેન્ટલ પેકમાં ગ્રાહકોને 75GB ડેટા મળશે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળે છે. કંપની તરફથી ગ્રાહકોને જિઓ એપ સબ્સક્રિપ્શન મફત આપવામાં આવશે.
5/7

Vodafoneનો 399 રૂપિયા વાળો પ્લાન.... એરટેલની જેમ આ પ્લાન પણ 56 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા આપવામાં આવે છે. સાથે જ આમાં અનલિમીટેડ કૉલિંગનો પણ ફાયદો મળે છે. એટલુ જ નહીં ગ્રાહકોને આમાં દરરોજ 100SMS પણ મળે છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં ગ્રાહકોને વીક એન્ડ ડેટા રૉલઓવરનો પણ ફાયદો આપવામાં આવી રહ્યો છે. આમાં ગ્રાહકો સોમવારથી લઇને શુક્રવાર સુધી બચેલો ડેટા શનિવાર અને રવિવારે વાપરી શકે છે. સાથે જ આમાં 28 દિવસ માટે 5GB એડિશન ડેટા પણ ગ્રાહકોને આપવામાં આવે છે.
6/7

Jioનો 599 રૂપિયા વાળો પૉસ્ટપેડ પ્લાન.... જિઓનો 599 રૂપિયા વાળો પ્લાન તમારા માટે બેસ્ટ રહેશે. આ પૉસ્ટપેડ પ્લાનમાં તમને 100GB ડેટાની સાથે કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળશે. આ ઉપરાંત ગ્રાહકોને આ પેકમાં જિઓ એપનુ સબ્સક્રિપ્શન મફત આપવામા આવે છે.
7/7

Airtelનો 499 રૂપિયા વાળો પૉસ્ટપેડ પ્લાન..... Airtelના પોર્ટફોલિયોમાં આ પૉસ્ટપેડ પ્લાન સૌથી સસ્તો છે. આ પ્લાનમાં તમને એક મહિના માટે 75GB ડેટા મળશે. સાથે જ તમે કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ કરી શકો છો. આ ઉપરાંત આ પેકમાં એરટેલ એક્સ્ટ્રીમ અને અમેઝોન પ્રાઇમનુ સબ્સક્રિપ્શન એક માટે મફત છે.
Published at : 06 Jun 2021 03:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
