નવી દિલ્હીઃ આજકાલ કોઇપણ વ્યક્તિ એવા સ્માર્ટફોન ખરીદવા ઇચ્છે છે, જેની રેમ વધુ હોય અને બજેટમાં સસ્તો હોય. જો તમે આવા સ્માર્ટફોનની શોધ કરી રહ્યાં છો તો અમે તમને કેટલાક શાનદાર ઓપ્શન બતાવી રહ્યાં છીએ, જેમાં તમને 6GB રેમ મળશે. અહીં બતાવેલા સ્માર્ટફોનની કિંમત 15000 રૂપિયાથી ઓછી છે અને આમાં 6GB રેમ મળી રહી છે. જાણો બેસ્ટ પરફોર્મન્સ આપનારા સ્માર્ટફોન્સ વિશે....
2/5
Oppo A31- ઓપ્પોના આ સ્માર્ટફોનમાં તમને 6GB રેમ અને 128GB સ્ટૉરેજ મળી રહ્યું છે. આ ફોન તમને 12,000 રૂપિયામાં મળી રહ્યો છે. ફિચર્સની વાત કરીઓ તે આમાં 6.5 ઇંચની ડિસ્પ્લે, મીડિયાટેક 6765 ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં 12+2+2 MPનો રિયર કેમેરા સેટઅપ અને 8 MPનો ફ્રન્ટ કેમેરો છે.
3/5
Redmi 9 Power- રેડનીનો આ સ્માર્ટફોન તમને 13,000 રૂપિયામાં મળી રહ્યો છો. 6.53 ઇંચની ડિસ્પ્લે વાળા આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટૉરેજ છે. સ્નેપડ્રેગન 762 પ્રૉસેસર વાળો છે. આમાં 48 MPનો રિયર કેમેરા સેટઅપ અને 8 MPનો ફ્રન્ટ કેમેરો છે.
4/5
Vivo Y20- 6GB રેમ અને 64GB સ્ટૉરેજ વાળો વીવીનો આ સ્માર્ટફોન તમને 14,000 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનમાં ત્રણ કેમેરાનો રિયર સેટઅપ સેલ્ફી માટે શાનદાર ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ખુબ સ્ટાઇલિશ ડિઝાઇન વાળો છે, આમાં દમદાર બેટરી આપવામાં આવી છે.
5/5
Lava Z6 Aqua Blue- 6GB રેમ અને 64GB સ્ટૉરેજની સાથે લાવાએ પોતાનો આ શાનદાર સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યો છે. આમાં મીડિયાટેક હીલિયો G35 ઓક્ટાકૉર ચિપસેટ પ્રૉસેસર છે. કેમેરાની વાત કરીએ તો 13+5+2MP વાળો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને સેલ્ફી માટે બેસ્ટ ફ્રન્ટ કેમેરો છે.