શોધખોળ કરો
Whatsapp પર નવા ફીચર્સ સાથે જાહેરાતોની થશે શરૂઆત, હવે સ્ટેટસ જોવાનો બદલાશે અંદાજ
લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ટૂંક સમયમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. વોટ્સએપ કેટલાક નવા ફીચર્સ અને જાહેરાતો રજૂ કરવા જઈ રહ્યું છે. આ ફેરફારો ખાસ કરીને એપના અપડેટ્સ ટેબમાં જોવા મળશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ટૂંક સમયમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. વોટ્સએપ કેટલાક નવા ફીચર્સ અને જાહેરાતો રજૂ કરવા જઈ રહ્યું છે. આ ફેરફારો ખાસ કરીને એપના અપડેટ્સ ટેબમાં જોવા મળશે.
2/6

વોટ્સએપે સોમવારે ઘણી મોટી જાહેરાતો કરી છે. હવે તમે તમારા વોટ્સએપ સ્ટેટસને જોવાનો અંદાજ બદલાઇ જશે. સ્ટેટસની વચ્ચે પણ જાહેરાતો દેખાશે. આનાથી કેટલાક લોકોનો યુઝર અનુભવ બગડી શકે છે, પરંતુ વોટ્સએપનો દાવો છે કે નવા ફેરફારથી લોકો માટે બિઝનેસ શોધવાનું સરળ બનશે.
3/6

આ એક પ્રકારનો વ્યક્તિગત અનુભવ હશે. જો સરળ ભાષામાં સમજાવવામાં આવે તો તમને જે પ્રકારનું કન્ટેન્ટ સૌથી વધુ ગમે છે, તેનાથી સંબંધિત જાહેરાત જોઈ શકાય છે. કંપનીએ કહ્યું છે કે અપડેટ્સ ટેબમાં બધા ફીચર્સ રજૂ કરવામાં આવી રહ્યા છે.
4/6

આનાથી વોટ્સએપ પર એક્ટિવ એડમિન્સ, કમ્યુનિટીઝ અને બિઝનેસને વોટ્સએપ પર આગળ વધવામાં મદદ મળશે. હવે યુઝર્સ માસિક ફી ચૂકવીને જોડાવા અને ખાસ અપડેટ્સ મેળવવા માટે તેમની મનપસંદ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી શકશે.
5/6

ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ફૂડ ચેનલને ફોલો કરો છો તો તેના કેટલાક કન્ટેન્ટ દરેક માટે મફત હશે, પરંતુ કેટલાક કન્ટેન્ટ ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ હશે જેમની પાસે સબ્સ્ક્રિપ્શન છે. કંપની કહે છે કે હાલમાં લોકો કેટલીક WhatsApp ચેનલો સુધી પહોંચી શકતા નથી. આગામી દિવસોમાં એડમિન WhatsApp પર તેમની ચેનલોનો પ્રચાર કરી શકશે.
6/6

એનો અર્થ એ કે તે વધુ લોકો સુધી પહોંચશે. જોકે, એડમિનને આ માટે કેટલો ખર્ચ કરવો પડશે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. આ સાથે હવે યુઝર્સને તેમના સ્ટેટસમાં જાહેરાતો બતાવવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે આનાથી વ્યવસાયોને તેમના પ્રમોશનમાં મદદ મળશે. જો કે, બધા ફેરફારો અપડેટ્સ ટેબ પર થવાના છે. તેમને વ્યક્તિગત ચેટ સાથે કોઈ લેવાદેવા નથી.
Published at : 17 Jun 2025 12:16 PM (IST)
આગળ જુઓ





















