શોધખોળ કરો
iPhone યૂઝર્સ માટે ખુશખબરી! હવે ફોટોથી ટ્રેક થશે લોકેશન, Google Maps માં જોડાયું નવું ફીચર
iPhone યૂઝર્સ માટે ખુશખબરી! હવે ફોટોથી ટ્રેક થશે લોકેશન, Google Maps માં જોડાયું નવું ફીચર
હવે ફોટોથી ટ્રેક થશે લોકેશન
1/6

iPhone વપરાશકર્તાઓ માટે Google Maps વધુ સ્માર્ટ બની ગયું છે. હવે એક એવી સુવિધા શરૂ કરવામાં આવી છે જે તમારી ગેલેરીમાં હાજર સ્ક્રીનશોટને સ્કેન કરી શકે છે અને તેમાં છુપાયેલા લોકેશન અને સરનામાંની માહિતી ઓળખી શકે છે. આનો અર્થ એ થયો કે હવે તમને કોઈપણ સ્થળનું નામ કે સરનામું યાદ રાખવાની ઝંઝટ નહીં પડે, બધી માહિતી એક ક્લિકમાં તમારી સામે હશે.
2/6

કલ્પના કરો કે તમે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર સ્ક્રોલ કરી રહ્યા છો અને તમને એક શાનદાર કાફે અથવા પર્યટન સ્થળ મળે છે. તમે સ્ક્રીનશોટ લો છો પણ પછી ભૂલી જાઓ છો કે તે કઈ જગ્યા હતી. હવે આવું નહીં થાય. ગૂગલનું આ નવું ફીચર, જે Gemini AI ટેકનોલોજી પર આધારિત છે, તે આપમેળે તમારા સ્ક્રીનશોટને સ્કેન કરે છે અને લોકેશનને ઓળખે છે અને તેને Google Mapsમાં સેવ કરવાનો વિકલ્પ આપે છે.
Published at : 18 May 2025 02:28 PM (IST)
આગળ જુઓ




















