શોધખોળ કરો
Internet Tips: ઇન્ટરનેટ યૂઝ કરતી વખતે આ 7 ભૂલો બને છે મોટી મુસીબત, જાણી લો તમામ વિશે નહીં તો.....
દરેક લોકો પોતાનું મોટાભાગનું કામ ઇન્ટરનેટ મારફતે જ કરી રહ્યાં છે. બિલ ભરવાથી લઈને દૂધ મંગાવવા અને બાળકોનું શિક્ષણ ઈન્ટરનેટ દ્વારા થઈ રહ્યું છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Internet Tips: આજકાલ સ્માર્ટફોન હોય કે કૉમ્પ્યૂટર દરેક જગ્યાએ ઇન્ટરનેટ વિના ચાલતુ નથી, દરેક લોકો પોતાનું મોટાભાગનું કામ ઇન્ટરનેટ મારફતે જ કરી રહ્યાં છે. બિલ ભરવાથી લઈને દૂધ મંગાવવા અને બાળકોનું શિક્ષણ ઈન્ટરનેટ દ્વારા થઈ રહ્યું છે, પરંતુ તમને ખબર છે ઘણીવાર આ ઇન્ટરનેટની ભૂલો તમને મોટી મુસીબતમાં મુકી શકે છે.
2/8

બ્રાઉઝરને અપડેટ રાખો:- જો તમે ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવા માંગતા હો, તો તમારે તમારા બ્રાઉઝરને હંમેશા માટે અપડેટ રાખવું જોઇએ. આ ડિવાઇસમાં વાયરસની એન્ટ્રીના જોખમને દૂર કરે છે.
3/8

ફાઇલો ડાઉનલૉડ કરતી વખતે સાવચેત રહો:- તમારે કોઈ પણ ફાઇલને ચેક કર્યા વિના ડાઉનલૉડ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. ઉપરાંત કોઈપણ વેબસાઇટની કૂકીઝ માટે સંમત થશો નહીં. આની મદદથી તમે મૉનિટર પણ કરી શકો છો.
4/8

પૉપ-અપ્સને કરો ઇગ્નૉરઃ- કેટલાય વાયરસ પૉપ-અપ દ્વારા મોકલવામાં આવે છે, જે તમારી સિસ્ટમ અને મૉબાઇલ માટે નુકસાનકારક હોઈ શકે છે.
5/8

સુરક્ષિત વેબસાઈટ:- તમારે સમજવું પડશે કે જ્યારે પણ તમે કોઈપણ વેબસાઈટની મુલાકાત લો છો, ત્યારે તે સુરક્ષિત અને વેરિફાઈડ હોવી જોઈએ. ખાસ કરીને તમારે બેંકિંગ પૉર્ટલ અથવા જેના પર વ્યક્તિગત ડેટા શેર કરવામાં આવે છે તેની વિશેષ કાળજી લેવી પડશે. આ માટે URL તપાસો, તમારે ફક્ત https:// સાથે વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ કારણ કે તે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
6/8

અંગત માહિતી શેર કરશો નહીં:- વિચાર્યા વિના તમારી અંગત માહિતી ઇન્ટરનેટ પર શેર કરશો નહીં. જો તમે આમ કરશો તો તમારી માહિતીનો દુરુપયોગ થઈ શકે છે.
7/8

સ્ટ્રોંગ પાસવર્ડઃ- તમે ઇન્ટરનેટ દ્વારા બેંકિંગ અને નાણાકીય કામ કરો છો, તેથી જ્યારે પણ તમે પાસવર્ડ બનાવો છો, ત્યારે તેને શક્ય તેટલો મજબૂત બનાવવાનો પ્રયાસ કરો, જેના માટે તમે સ્પેશ્યલ કેરેક્ટર, નંબર અને આલ્ફાબેટનું કૉમ્બિનેશન રાખી શકો છો.
8/8

VPN અને પબ્લિક Wi-Fi:- ઇન્ટરનેટ પર સૌથી મહત્વની બાબત એ છે કે તમે ના તો VPN નો ઉપયોગ કરો છો અને ના તો પબ્લિક Wi-Fi નો ઉપયોગ કરો છો, આની મદદથી તમારી દેખરેખ રાખી શકાય છે.
Published at : 09 Sep 2023 03:40 PM (IST)
આગળ જુઓ





















