શોધખોળ કરો
વધારાનો ડેટા જોઇએ છે? 100 રૂપિયાથી ઓછામાં Airtel, Jio, BSNL અને Vi આપી રહી છે આ શાનદાર ઓફર, જાણો.....
Data_offer
1/5

નવી દિલ્હીઃ આજકાલ ઇન્ટરનેટના વધતા ઉપયોગના કારણે ડેટાની સૌથી વધુ ખપત થઇ રહી છે. આવામાં ઘણીવાર ફોનમાં માત્ર ડેટાની જરૂર પડે છે. ટેલિકૉમ કંપનીઓ તમેન એવા કેટલાય ડેટા પેક આપી રહી છે, જેમાં તમને વધારાનો ડેટા મળે છે. BSNL, Airtel, Jio અને Vi જેવી ટેલિકૉમ કંપનીઓ પોતાના ઓનલી પ્રીપેડ ડેટા પ્લાન્સ ઓફર્સ કરી રહી છે. જેમાં યૂઝર્સ એડ ઓન ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે, એટલે કે તમારે ફોનમાં કૉલિંગ અને બીજી સુવિધાઓ નથી જોઇતી ફક્ત ડેટાની જરૂર છે તો તમે આ રિચાર્જ કરાવી શકો છો. ખાસ વાત છે કે આ પ્લાનની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી છે. જાણો કઇ કંપની શું આપી રહી છે ઓફર્સ.....
2/5

Airtel- જો તમે Airtelનો પ્લાન ખરીદવા ઇચ્છો છો તો એક કૉમ્બો પ્લાન છે, જેમાં તમને 2 દિવસની વેલિડિટી, અનલિમીટેડ કૉલિંગ અને 200 MB ડેટા મળશે. આ પ્લાનની કિંમત 19 રૂપિયા છે. વળી Airtelનો 98 વાળો પ્લાન છે, જેમાં તમારા હાલના પેકની વેલિડિટીની સાથે 12GB વધારાનો ડેટા મળે છે.
Published at : 16 May 2021 12:38 PM (IST)
આગળ જુઓ





















