શોધખોળ કરો
બજેટ સ્માર્ટફોન Oppo A58ની માર્કેટમાં એન્ટ્રી, કિંમતથી લઇને પરફોર્મન્સ સુધી બધુ જ છે ધમાકેદાર
જો તમે એક સારો અને બજેટ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. Oppoનો સ્માર્ટફોન Oppo A58 (Oppo A58) માર્કેટમાં આવી ગયો છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Oppo A58 Launched: આજકાલ માર્કેટમાં કેટલાય સ્માર્ટફોન અવેલેબલ બની ગયા છે, અને હવે લોકો ખાસ કરીને 5જી સ્માર્ટફોન ખરીદી રહ્યાં છે, જો તમે એક સારો અને બજેટ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. Oppoનો સ્માર્ટફોન Oppo A58 (Oppo A58) માર્કેટમાં આવી ગયો છે. તમે આમાં વધુ સારી ફેસિલિટી અને પરફોર્મન્સનો એક્સપીરિયન્સ કરશો.
2/6

તમે Oppo A58 સ્માર્ટફોનને 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ 6GB + 128GB વેરિઅન્ટમાં છે. આ એક 4G ફોન છે. તમે તેને ડેઝલિંગ ગ્રીન અને ગ્લૉઇંગ બ્લેક કલરમાં ખરીદી શકો છો.
3/6

સ્માર્ટફોનમાં 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.72 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે છે. તે Mali G52 MC2 GPU સાથે MediaTek Helio G85 SoC પ્રૉસેસર દ્વારા સંચાલિત છે. તેમજ તે એન્ડ્રોઇડ 13 આધારિત છે.
4/6

ફોનમાં 50 મેગાપિક્સલ સેન્સર અને 2 મેગાપિક્સલ સેન્સર સાથે ડ્યૂઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે. પાછળ LED ફ્લેશ પણ અવેલેબલ છે.
5/6

Oppo A58માં 5,000mAh બેટરી છે જે 33W SuperVOOC ચાર્જિંગ સપોર્ટથી સજ્જ છે. સુરક્ષા માટે સાઇડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર છે. 3.5mm ઓડિયો જેક પણ છે.
6/6

સ્માર્ટફોનની ખરીદી પર 10 ટકા કેશબેકનો ખર્ચ EMI સુવિધા પણ 3 મહિના સુધી અવેલેબલ છે. SBI કાર્ડ, કોટક મહિન્દ્રા કાર્ડ અને બેંક ઓફ બરોડાના ગ્રાહકોને આનો લાભ મળશે.
Published at : 09 Aug 2023 03:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
