શોધખોળ કરો
5000mAh બેટરી સાથે Realme નો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કેટલી છે કિંમત

Realme C11 2021 ફોનની તસવીર
1/6

Realme C11 2021 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ગયો છે. તેના માટે કોઈ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ ફોનને સીધા જ દેશમાં કંપનીની સત્તાવાર વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોનને વિતેલા મહિને જ રશિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન વિતેલા વર્ષે જુલાઈમાં લોન્ચ થયેલ ફર્સ્ટ જનરેશન Realme C11નું નવું વર્ઝન છે.
2/6

Realme C11 2021ના સિંગલ 2GB + 32GB વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની વેબાસઈટ પર તેને સેલ માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ તેને એમેઝોન ઇન્ડિયા અને ઓફલાઈન સ્ટોર્સથી પણ ખરીદી શકાય છે. રિયલમીના આ નવા સ્માર્ટફોનના ગ્રાહકો કૂલ બ્લૂ અને કૂલ ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકશે.
3/6

આ સ્માર્ટફોનમાં 60Hz રિફ્રેશ રેટની સાથે 6.5-ઇંચ (1600 x 720 પિક્સલ) HD+ LCD મિની ડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનના રિયરમાં ફોટોગ્રાફી માટે 8MPનો કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં નથી આવ્યું.
4/6

રિયર કેમેરેની સાથે ગ્રાહોકને એક LED ફ્લેશ અને ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગનું સપોર્ટ પણ મળશે. સાથે જ હીં એચડી વીડિયો રેકોર્ડિંગ ઓપ્શનની સાથે 5MPનો ફ્રન્ટ કેમેરા પણ મળશે. આ સ્માર્ટફોનની બેટરી 5000mAhની છે અને તે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
5/6

Realme C11 2021 में 2GB LPDDR4x રેમ અને IMG8322 GPUની સાથે 1.6GHz ઓક્ટા-કોર Unisoc SC9863A પ્રોસેસર આપવામાં આવ્યો છે. ફોનની ઇન્ટરનલ મેમરી 32GB છે. જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.
6/6

ડ્યુઅલ સિમ (નેનો) સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ Realme UI Go એડિશન પર ચાલે છે અને તેમાં કનેક્ટિવટી માટે Dual 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth 4.2, GPS/ GLONASS/ Beidou અને માઈક્રો યૂએસબી સપોર્ટ આપવામાં આવ્યું છે.
Published at : 26 Jun 2021 12:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
