શોધખોળ કરો
Camera Tips: ફોનનો કેમેરા સાફ કરતી વખતે રાખો આ પાંચ વસ્તુઓનું ધ્યાન, નહીં તો....
તમને ખબર છે ફોનના કેમેરાને પણ સારી રીતે સાચવવો જરૂરી છે, જાણો કઇ કઇ ભૂલો સ્માર્ટફોનના કેમેરા સાથે ના કરવી જોઇએ.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/5

Smartphone Camera Tips: ભારતીય માર્કેટમાં આજકાલ કેમેરા ફોનનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટાભાગના યૂઝર્સ પોતાના ફોનમાં સારામાં સારા કેમેરા ફિચર્સને લાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ તમને ખબર છે ફોનના કેમેરાને પણ સારી રીતે સાચવવો જરૂરી છે, જાણો કઇ કઇ ભૂલો સ્માર્ટફોનના કેમેરા સાથે ના કરવી જોઇએ. મોબાઈલમાંથી સારા ફોટા લેવા માટે કેમેરા સાફ રાખવા જરૂરી છે. આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે, કેમેરા સાફ કરતી વખતે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.....
2/5

સ્માર્ટફોનને સારી રીતે રાખો અને તેને ધૂળ અને ગંદકીથી બચાવો. ફોનને ઘર-ઓફિસમાં સ્વચ્છ જગ્યાએ રાખો જેથી કરીને તેમાં ધૂળ ન લાગે અને કેમેરા પણ સ્વચ્છ રહે. જો તમે ફોનને આ રીતે ગમે ત્યાં રાખો છો, તો તેના કારણે કેમેરાના બહારના લેયર પર ધૂળ અને ગંદકીનું સ્તર જમા થઈ શકે છે.
3/5

સ્માર્ટફોનના કેમેરાને સાફ કરતી વખતે તેને સ્વીચ ઓફ કરી દો, જેથી કરીને કોઈ સમસ્યા ના થાય. કેમેરા સાફ કરવા માટે સૉફ્ટ માઇક્રૉફાઇબર કાપડનો ઉપયોગ કરો. કેમેરાને ખરબચડા અને બરછટ કપડાથી સાફ કરશો નહીં કારણ કે તેનાથી કેમેરાના કાચ પર સ્ક્રેચ પડી શકે છે.
4/5

જો રૂમ ખૂબ જ ગંદો થઈ ગયો હોય તો તમે લેન્સ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકો છો. કેમેરાની સાથે તેની આસપાસની વસ્તુઓ જેવી કે એલઇડી લાઇટ, સેન્સર વગેરે સાફ કરો.
5/5

ક્યારેય પણ સફાઈ સામગ્રી સીધી કેમેરા પર ન લગાવો, આમ કરવાથી કેમેરા અને ફોનને નુકસાન થઈ શકે છે. ઉપરાંત, કેમેરા સાફ કરતી વખતે, તમારા હાથથી વધુ પડતું દબાણ ન કરો અને કપડા વગર કેમેરાને સ્પર્શશો નહીં.
Published at : 22 Jun 2023 02:27 PM (IST)
આગળ જુઓ
Advertisement