શોધખોળ કરો
Tech Tips: વૉટ્સએપ મેસેજ વાંચી લેશો અને બ્લૂ ટિક પણ નહીં આવે, થર્ડ પાર્ટી એપ નહીં પરંતુ આ 2 રીત છે બિલકુલ સિક્યૉર
આજકાલ લોકો કૉલ કરવાના બદલે ટેક્સ્ટ મેસેજ કરવાનુ વધુ પસંદ કરે છે.

ફાઇલ તસવીર
1/6

WhatsApp Tips: જો તમે વૉટ્સએપ પર કોઇપણ મેસેજ વાંચો છો, અને એ પણ નથી ઇચ્છતા કે કોઇ વ્યક્તિને ખબર પડે તો અહીં બતાવવામાં આવેલી બે રીતો તમારા માટે ખુબ કામની છે.
2/6

આજકાલ લોકો કૉલ કરવાના બદલે ટેક્સ્ટ મેસેજ કરવાનુ વધુ પસંદ કરે છે. જોકે, કેટલાક લોકો ટેક્સ્ટ મેસેજ અમારી પાસે આવે અને એ બિલકુલ પણ પસંદ નથી કરતાં અમે નથી ઇચ્છતા કે સામે વાળા વ્યક્તિને ખબર પડે કે તેનો મેસેજ વંચાઇ ગયો છે.
3/6

આવુ કરવાની પણ રીત છે. આ રીતને અજમાવવા માટે તમારે કોઇ થર્ડ પાર્ટી એપને ડાઉનલૉડ કરવાની પણ જરૂર નથી. તમે તમારા વૉટ્સએપ સેટિંગમાં જઇને જ આ સેટિંગને ઓન કરી શકો છો.
4/6

અમે જે રીતની વાત કરીએ રહ્યાં છીએ, તે છે રીડ રિસિપ્ટ કે બ્લૂ ટિક બંધ કરવાની. આનાથી તમે કોઇપણ મેસેજ વાંચી લેશો અને તેને આની ખબર પણ નહીં પડે, કેમ કે બ્લૂ ટિક શૉ નહીં થાય. વૉટ્સએપ પર રીડ રિસિપ્ટને બંધ કરવા માટે સેટિંગ્સમાં જાઓ. અહીં પ્રાઇવસીમાં જઇને રીડ રિસિપ્ટને ઓફ કરી દો.
5/6

જો તમે રીડ રિસિપ્ટ ઓફ કરી દીધુ છે, તો તમે પમ એ નહીં જાણી શકો કે કયા શખ્સે તમારો મેસેજ સીન કર્યો છે. આવામાં કામ થઇ જવા પર તમે રીડ રિસિપ્ટને પાછું ઓન કરી શકો છો.
6/6

રીડ રિસિપ્ટથી અલગ એક બીજી રીત પણ છે. તમે વૉટ્સએપને ઓપન કરતા પહેલા તમારા ફોનમાં એરપ્લેન મૉડ ઓપન કરી દો. હવે મેસેજ વાંચી લો, અને પાછુ જઇને એરપ્લેન મૉડ ઓફ કરી દો. આનાથી પણ બ્લૂ ટિક નહીં જાય.
Published at : 20 Jan 2023 02:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
