શોધખોળ કરો
સસ્તો 5G સ્માર્ટફોન ખરીદવાનો છે પ્લાન, તો જાણી લો આ બેસ્ટ ઓપ્શન.......
Cheapest_5G
1/4

Cheapest 5G Smartphone: દેશ અને દુનિયામાં 5G સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજના જમાનામાં દરેક લેટેસ્ટ ટેકનોલૉજી વાળો સ્માર્ટફોન યૂઝ કરવાની ઇચ્છા રાખે છે, વળી બીજીબાજુ દરેક કંપનીઓ પણ માર્કટેમાં પોતાના દમદાર અને નવી ટેકનોલૉજી વાળા 5G ફોન લૉન્ચ કરી રહી છે. આવામાં જો તમે સૌથી સસ્તો 5G સ્માર્ટફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે.
2/4

Realme 8 5G- રિયલમીનો આ 5G સ્માર્ટફોન દેશનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. જેને તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 15,000 રૂપિયા છે. ફિચર્સની વાત કરીએ તો આમાં 4GB રેમ અને 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. 6.5 ઇંચની ડિસ્પ્લે વાળા આ સ્માર્ટફોનમાં ત્રણ કેમેરાનો રિયર કેમેરા સેટઅપ અને બેસ્ટ ફ્રન્ટ કેમેરો છે. આમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે.
Published at : 01 Jun 2021 02:51 PM (IST)
આગળ જુઓ





















