શોધખોળ કરો
લૉન્ચ પહેલા જ લીક થઇ શ્યાઓમીના આ હાઇટેક ફોનની કિંમત, જાણો ફોન વિશે....

Xiaomi Mi 11 Ultra
1/6

નવી દિલ્હીઃ ચીનીની પૉપ્યૂલ સ્માર્ટફોન કંપનીઓમાની એક શ્યાઓમી (Xiaomi) બહુ જલ્દી પોતાનો નવો એમઆઇ 11 અલ્ટ્રા (Mi 11 Ultra) લૉન્ચ કરવા જઇ રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ફોન કંપનીનો સૌથી બેસ્ટ અને મોંઘો ફોન હશે.
2/6

પરંતુ ખાસ વાત છે કે આ ફોનના લૉન્ચિંગ પહેલા જ આની કિંમત લીક થઇ ગઇ છે. આની કિંમતને લગતી કેટલીક ડિટેલ સામે આવી છે. જાણો શ્યાઓમીના આ ફોનમાં કેવા હશે ફિચર્સ ને શું છે કિંમત.....
3/6

આ હોઇ શકે છે કિંમત.... લીક રિપોર્ટ્સનુ માનીએ તો શ્યાઓમી એમઆઇ 11 એલ્ટ્રા (Xiaomi Mi 11 Ultra)ને ભારતમાં 70, 000 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. કિંમતના મામલે ભારતમાં આ ફોન એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓના સ્માર્ટફોનને ટક્કર આપશે. આ બન્ને કંપનીઓ ભારતમાં મોંઘા ફોન લૉન્ચ કરે છે.
4/6

Xiaomi Mi 11 Ultraના સ્પેશિફિકેશન્સ.... Mi 11 Ultraમાં 6.81- ઇંચ 2K WQHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 3,200 × 1,440 પિક્સલ છે. પ્રૉટેક્શન માટે આના પર ગોરિલ્લા ગ્લાસ લગાવવામાં આવ્યો છે.
5/6

આ ફોન એન્ડ્રોઇડ બેઝ્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ કામ કરે છે. ફોન ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 12GB રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. Mi 11 Ultra બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
6/6

કેમેરા સેટઅપ.... ફોટોગ્રાફીની વાત કરીએ તો Mi 11 Ultraમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલ સેમસંગ GN2 વાઇડ-એન્ગલ સેન્સર ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબેલાઇઝેશનની સાથે આવે છે. આ ઉપરાંત બીજો લેન્સ 48 મેગાપિક્સલ સોની IMX586 અલ્ટ્રા-વાઇડ એન્ગલ અને ટેલી મેક્રો કેમેરા સેન્સર છે. પાવર માટે ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 67W ચાર્જરની સાથે આવે છે.
Published at : 08 Apr 2021 10:27 AM (IST)
આગળ જુઓ
Advertisement