શોધખોળ કરો
રાજદ્રોહના આરોપમાં અલ્પેશ કથિરીયાના વધુ બે દિવસ રિમાન્ડ મંજૂર
1/3

જોકે અલ્પેશ કથિરીયાએ દાવો કર્યો હતો કે આરોપીએ તપાસમાં પૂરતો સહકાર આપ્યો છે અને ખોટા કારણો ઉભા કરી અને પોલીસ રિમાન્ડની માગણી કરી રહી છે. અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અલ્પેશ કથિરીયાને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
2/3

ક્રાઇમબ્રાન્ચે રજૂઆત કરી હતી કે અલ્પેશ કથીરિયા પાસેથી ઘણા એવા મુદ્દાઓની તપાસ જરૂરી છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન આરોપીઓએ રૂપિયા ઉઘરાવ્યા હતા, આ સાથે જ કોલ ડિટેલ અને ટ્રાન્સ્ક્રિપ્ટમાં પણ આરોપીની ભૂમિકા છતી થાય છે ત્યારે નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ જરૂરી છે. રાજદ્રોહના ગુનામાં અને ષડયંત્રમાં આરોપીની સક્રિય ભૂમિકા છે ત્યારે અલગ-અલગ મુદ્દાઓ બાબતે તપાસ કરવા માટે પોલીસ કસ્ટડીમાં તેની તપાસ જરૂરી છે.
Published at : 24 Aug 2018 07:43 PM (IST)
View More





















