ઘટના બાદ પેટ્રોલ કારમાં ક્યા સંજોગોમાં આગ લાગી તેની ચર્ચા થતી હતી.
3/6
પોલીસે કારના કાચ તોડી નાખીને મોટી દુર્ઘટના ન થાય તેની તકેદારી લીધી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
4/6
જેથી તેઓ કારમાંથી પત્નીને સલામત રીતે બહાર કાઢી બહાર નીકળ્યાં હતાં. અને કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં આગ લાગતાં રસ્તા પરથી પસાર થતાં લોકોને ફરી આંદોલનનો અહેસાસ થયો હતો.
5/6
વરાછાનો હિરાબાગ વિસ્તારમાં પાટીદારો મોટી સંખ્યામાં રહે છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી કોઈ હિંસા ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન મોટા વરાછા ખાતે રહેતા હરેશભાઈ દેસાઈ પત્ની સાથે ઘરેથી નીકળી અંકુર ચાર રસ્તા તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન હિરાબાગ નજીક બોનેટમાંથી ધૂમાડા નીકળવા લાગ્યાં હતાં.
6/6
સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલા હિરાબાગ સર્કલ નજીકથી પસાર થતી કારમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં આગ લાગ્યાની જાણ થતાં સવાર દંપતી પોતાનો જીવ બચાવની નીચે ઉતર્યા હતાં. આગ એટલી પ્રચંડ હતી કે સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.