કૉંગ્રેસના ધારાસભ્યોએ પડકાર ફેંક્યો કે તાકાત હોય તો સરકાર હાર્દિક પટેલને ઉઠાવી જૂએ, કૉંગ્રેસ ધારાસભ્યો આપશે જન સમર્થન. કૉંગ્રેસ ધારાસભ્યોએ કહ્યું હાર્દિક પટેલ ખેડૂતોના પ્રશ્ને લડી રહ્યા છે, રાજ્યમાં ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. અંગ્રેજોના શાસનમાં પણ આવી વ્યવસ્થા નહોતી પોલીસ દાદાગીરી કરી રહી હોવાનો પણ કૉંગ્રેસના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો.
2/3
કોંગ્રેસે આ આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલ અને માનવ અધિકાર પંચની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે હાર્દિક સાથે મુલાકાત કરી છે.
3/3
અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલનો કૉંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળ્યો છે. હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપવા કૉંગ્રેસના 28 ધારાસભ્યો હાર્દિકના નિવાસ સ્થાન ગ્રીનવૂડ રિસોર્ટ પહોંચ્યા હતા.