હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી અનિશ્ચિતકાલિન ઉપવાસ શરૂ કરી રહ્યો છે અને તેના માટે તેણે નિકોલમાં જગ્યા પણ માગી છે. જોકે, હાર્દિકે કોર્પોરેશનની માલિકીના જે પ્લોટ પર ઉપવાસ આંદોલન શરૂ કરવા માટે પરવાનગી માગી હતી તે પ્લોટને કોર્પોરેશને ફ્રી પાર્કિંગ પ્લોટમાં ફેરવી નાખતા વધુ એક વિવાદ ઉભો થયો છે.
3/6
હાર્દિક પટેલ સાથે પોલીસની ગાડી પણ હતી જે તેની કારની આગળ ચાલી રહી હતી. હાર્દિક કમિશનર ઓફિસ આવ્યો ત્યારે આ ગાડી પણ તેની સાથે જ હતી. પોલીસની ગાડીના ડ્રાઈવરે પણ સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી તે ગાડીને પણ પોલીસે અટકાવી હતી અને ડ્રાઈવરને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ગુરુવારે પોલીસે એએમટીએસ અને બીઆરટીએની બસો પણ ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે ડિટેઈન કરવામાં આવી હતી.
4/6
જે ફોર્ચ્યુનર કારમાં હાર્દિક આવ્યો હતો તેના પર ફિલ્મ લાગેલી હોવાથી દંડ ફટકારવા આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે સ્થળ પર જ હાર્દિકની કારમાંથી ફિલ્મ પણ કાઢી લીધી હતી.
5/6
હાર્દિક પોતાના સમર્થકો સાથે પોલીસ કમિશનર કચેરીએ આવવાનો હોવાથી કચેરીની બહાર જ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. હાર્દિક જેવો કમિશનર ઓફિસે પહોંચ્યો એવો તરત જ ગેટ પર જ તેની એસયૂવી કારને અટકાવવામાં આવી હતી અને તેના પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે તેને 600 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકના નિયમોને લઈને કડક બનેલી પોલીસની કડકાઈનો તેને અનુભવ થયો હતો.
6/6
અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના આગામી દિવસોમાં શરૂ થનારા અનિશ્ચિતકાલિન ઉપવાસને લઈને ચર્ચામાં છે, ત્યારે આજે તેણે અમદાવાદના પોલીસ કમિશનર સાથે મુલાકાત કરવા પહોંચ્યો હતો. જોકે પોલીસ કમિશનરની કચેરીમાં પ્રવેશતા પહેલા જ હાર્દિકને કડક બનેલી પોલીસે પરીચય થયો હતો. ફોર્ચ્યુનર કારમાં કમિશનર ઓફિસ પહોંચેલા હાર્દિક પટેલને ગેટ પર જ પોલીસે અટકાવ્યો હતો.