શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યાં બાદ માતા હીરાબાને મળવા પહોંચ્યા, જુઓ આ રહી તસવીરો
1/8

2/8

3/8

4/8

5/8

આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ પણ ધોળેશ્વર મહાદેવ મંદિરના દર્શને ગયા હતા. ધોળેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ નરેન્દ્ર મોદીનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક-ભક્તોએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
6/8

ગાંધીનગરના પાદરે આવેલ ધોળેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક છે. શિવપુરાણમાં પણ ધોળેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ હોવાનું મનાય છે. નરેન્દ્ર મોદીએ ધોળેશ્વર મંદિરમાં મહાદેવના દર્શન-અર્ચન કરીને પુષ્પ-જળાભિષેક કર્યો હતો.
7/8

નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગરના પાદરે આવેલા પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ગુજરાતની મુલાકાતે આવેલ નરેન્દ્ર મોદી જામનગર, જાસપુર, વસ્ત્રાલ અને સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદના કાર્યક્રમો બાદ ગાંધીનગર પધાર્યાં હતા. મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગર પધારતાં નરેન્દ્ર મોદી ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવા ધોળેશ્વર મહાદેવ મંદિર ગયા હતા.
8/8

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે શિવરાત્રિના દિવસે જ રાત્રી રોકાણ પહેલાં ગાંધીનગર નજીક આવેલા ધોળેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કર્યા બાદ રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદી માતાને મળવાં આવી પહોંચતાં આસપાસના લોકો જોવા માટે ઘરની બહાર આવી ગયા હતાં.
Published at : 05 Mar 2019 08:10 AM (IST)
View More
Advertisement





















