શોધખોળ કરો
લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી, રાજકોટ, જામનગર, કચ્છમાં વરસાદ

1/4

અમદાવાદ: રાજ્યમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ છે. રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાંબા વિરામ બાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારમાં મેધરાજાએ એન્ટ્રી કરી છે. ધોરાજી, જામનગરમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કચ્છમાં ગાંધીધામ ,કંડલા ,અંજાર સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
2/4

દાહોદ શહેર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગરમી અને ઉકળાટથી લોકોને મોટી રાહત મળી હતી. વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
3/4

રાજ્યના 17 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ધાંગધ્રામાં 2.6 ઇંચ અને દસાડામાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 17માંથી 10 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. સંખેડા, કડી, કવાંટ, વિરમગામ, જાંબુઘોડા, છોટાઉદેપુર, હાલોલ, બોડેલી, કલોલ અને ઉમરપાડામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પાંચ જેટલા તાલુકાઓમાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
4/4

બુધવારે આખો દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ અમદાવાદ શહેરમાં સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં 20 દિવસના લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી થઈ છે.
Published at : 09 Aug 2018 03:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
