રાજકોટની આશરે 400 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ મિનિ વેકેશનને લઈને પોતાનો વિરોધ નોંધાવીને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજુઆત કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિએશન સહિતના લોકોએ આ મિનિ વેકેશનનો વિરોધ કરી રહ્યા છે.
2/4
રાજકોટના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિએશનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, અમે મિનિ વેકેશનનો વિરોધ કરી રહ્યા છીએ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે. જો શાળાઓમાં નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવશે નહીં તો રાજકોટ જિલ્લાની 400થી વધુ ખાનગી શાળાઓ નવરાત્રી દરમિયાન શિક્ષણ કાર્ય ચાલુ રાખીશું.
3/4
નોંધનીય છે કે શાળાઓમાં નવરાત્રી દરમિયાન વેકેશનની કરવામાં આવેલી જાહેરાત અંગે બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ મામલે તેમને કોઈ જાણ નથી. મુખ્યમંત્રી પહેલા રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ અનુક્રમે ડૉ. વિભાવરીબેન દવે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રી દરમિયાન મિનિ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.
4/4
રાજકોટ: સરકાર તરફથી ગુજરાતમાં નવરાત્રી દરમિયાન સ્કૂલ કોલેજોમાં મિનિ વેકેશન આપવાના મામલે વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર એવા રાજકોટથી જ મિનિ વેકેશનના વિરોધની શરૂઆત થઈ છે.