રાજકોટઃ આજે રાજકોટ જિલ્લા પંચાયતમાં બળાબળના પારખા સમયે જ ભાજપના કાર્યકરનું હાર્ટ એટેકને કારણે મોત થતાં ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના 21 સભ્યો સાથેની બસ રાજસ્થાનથી જિલ્લા પંચાયત ખાતે આવી એ સમયે ત્યાં ઉપસ્થિત ભાજપનો કાર્યકર અચાનક નીચે ઢળી પડ્યો હતો.
2/4
એક સભ્ય વાલીબેન તલાવડીયાની તબિયત નાદુસ્ત હોવાથી તેમનો મત રદ કરાયો હતો. વાલીબેન તલાવડીયા હાલ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન છે. રાજકોટ જિલ્લા પંચાયતની 6 સમિતિઓમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ અને અપીલ સમિતિની રચના કરવામાં આવી છે.
3/4
જિલ્લા પંચાયતની કચેરી બહાર ભાજપના કાર્યકર રમેશ તાળાને હાર્ટ અટેક આવતાં તેઓ નીચે ઢળી પડ્યાં હતાં. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતમાં અલગ અલગ છ સમિતિની રચના કરવામાં આવી છે.
4/4
કોંગ્રેસના પ્રસ્તાવ સામે બાગી કોંગી સભ્યો દ્વારા પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યા હતા. દરેક છ સમિતિમાં કોંગ્રેસને 13 મત અને બાગી કોંગીના પ્રસ્તાવને 22 મત મળ્યા હતા. જિલ્લા પંચાયતની છ સમિતિઓમાં બાગી કોંગી સભ્યોનો વિજય થયો છે. સમિતિઓ માટે બે પ્રસ્તાવ હોવાથી મતદાન કરાયું હતું.