હત્યા પછી મોડીરાતે મૃતકના પત્ની જયોત્સનાબેને નોંધાવેલી ફરિયાદમાં હત્યારા તરીકે સતિષ આહીર અને પિન્ટુ દરબારના નામ આપ્યા હતા. જેમની પાસેથી સુરેશભાઈએ એક વર્ષ પહેલાં રૂ.2 લાખ વ્યાજે લીધા હતા. આ મામલે અવારનવાર ધાકધમકી અપાઈ હતી. હત્યારાઓથી ખતરો હોવાની અરજી મૃતકે 9 મહિના પહેલાં પોલીસ કમિશનરને કરી હતી.
2/5
રાજકોટઃ ગઈ કાલે સમી સાંજે રાજકોટના લોહાણા બિઝનેસમેની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવતાં શહેરમાં હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ગાંધીગ્રામમાં રહેતા અને એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતાં સુરેશભાઈ હીરાભાઈ નથવાણી પર જામનગર રોડ પર સૈનિક સોસાયટી નજીક કારમાં આવેલા શખ્સો ફાયરિંગ કરી નાસી ગયા હતા. ફાયરિંગમાં ઘવાયેલા બિનેસમેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હત્યા સતિષ આહીર અને પિન્ટુ દરબાર સહિતના બે શખ્સોએ હત્યા કર્યાની ફરિયાદ તેમના પત્નીએ નોંધાવી છે. આ બન્ને શખ્સો પાસેથી મૃતક સુરેશભાઈએ રૂ. 2 લાખ વ્યાજે લીધા હતા. તેની ઉઘરાણીના મામલે થયેલી માથાકૂટ દરમિયાન બન્ને શખ્સોએ બિઝનેસમેનને મોતને ઘાટ ઊતારી દીધા હતા.
3/5
સૈનિક સોસાયટી નજીક આરએમટીએસના બસ સ્ટેન્ડ નજીક સાંજે બિઝનેસમેનની ફાયરિંગ કરીને હત્યા થયાની જાણ થતાં જોઇન્ટ સીપી ડી.એસ.ભટ્ટ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો. ઘટના સ્થળેથી મૃતદેહ અને તેની બાજુમાં નવસારી પાસિંગનું યુનિકોન બાઇક મળી આવ્યું હતું. તપાસ કરતાં મૃતકના પડખા અને છાતિ ઉપર ગોળી વાગ્યાના નિશાન મળી આવ્યા હતા. મૃતકના ખિસ્સામાંથી વકીલોના વિઝિટિંગ કાર્ડ અને નાગરિક બેંકની 15 લાખની લોન ભરપાઇ કરવાની નોટિસ મળી આવી હતી. જેના આધારે મૃતદેહ જીવંતિકાનગરમાં રહેતા સુરેશભાઇ હીરાભાઇ નથવાણી (ઉ.વ. આશરે 50) હોવાનું સ્પષ્ટ થયું હતું.
4/5
જયોત્સનાબેનના જણાવ્યા મુજબ સતિષ અને પિન્ટુ અવારનવાર ઘરે આવીને તેના પતિને ધાકધમકી આપતા હતા. આ બન્ને શખ્સોના ભયથી ઘરની બહાર નીકળવું મુશ્કેલભર્યું બની ગયું હતું. સુરેશભાઈએ તા.16-12-2015ના રોજ પોલીસ કમિશનરને અરજી કરી હતી અને તેમાં આ બન્ને શખ્સોથી ખતરો હોવાની ભીતિ વ્યક્ત કરી હતી. અગાઉ સતિષ અને પિન્ટુએ સુરેશભાઈને બેફામ મારમાર્યો હોવાનું નિવેદન પણ મૃતકના પત્ની જયોત્સનાબેને આપ્યું છે. હત્યારાઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
5/5
ઉઘરાણીનું દબાણ વધતા મૃતક સુરેશભાઈએ એવી ખાતરી આપી હતી કે, હું મારું મકાન વેચીને પણ તમારી પાસેથી વ્યાજે લીધેલા પૈસા પરત ચૂકવી દઈશ. બીજીબાજુ આરોપીઓ બિઝનેસમેન પાસેથી મકાન લખાવી લેવા માટે ધમકાવતા હોવાનું મૃતકના પત્નીએ પોલીસને જણાવ્યું હતું. સોમવારે સાંજે સતિષ અને પિન્ટુએ તમારા મકાનનો ગ્રાહક મળી ગયો છે. તેમ કહી સોદા માટે જામનગર રોડ આવેલી સૈનિક સોસાયટી પાસે બસ સ્ટોપ નજીક બોલાવ્યા હતા અને બાદમાં માથાકૂટ કરી ગોળી ધરબી દીધી હોવાનું મૃતકના પત્નીએ જણાવ્યું હતું.