શોધખોળ કરો
રાજકોટઃ બળાત્કારના કેસમાં ઉદ્યોગપતિના પુત્રની થઈ ધરપકડ, આગોતરા જામીન હોવાથી પોલીસે કર્યો મુક્ત
1/5

રાજકોટ:સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનારા બળાત્કાર કેસના સહઆરોપી એવા રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ સગપરીયાના પુત્ર કમલેશની શુક્રવારે ધરપકડ કરાઈ હતી. જો કે કમલેશ ગોવિંદભાઇ સગપરિયા આગોતરા જામીન સાથે મહિલા પોલીસ મથકમાં રજૂ થતાં તેની ધરપકડ કરી તરત જામીનમુક્ત કરાયો હતો.
2/5

આ કેસમાં ધરપકડથી બચવા કમલેશ સગપરિયા ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે કલમ-70 મુજબ તેને ભાગેડુ જાહેર કરવા કાનૂની કાર્યવાહી કરી હતી. લાંબા સમયથી પોલીસ જેની તલાશમાં હતી એ કમલેશ સગપરિયા શુક્રવારે સાંજે 7:00 કલાકે આગોતરા જામીન સાથે મહિલા પોલીસ મથકમાં હાજર થયો હતો.
Published at : 15 Jan 2017 12:30 PM (IST)
View More























