શોધખોળ કરો
કોલગર્લ પ્રેમિકાએ લોહાણા યુવકને કહ્યું, 'મને તું એકલો ન ચાલે, મારે તો સાંજ પડે તારા જેવા 20 જોઇએ'
1/9

જયદીપે જણાવ્યું હતું કે, હું તેને એટલો પ્રેમ કરતો હતો કે તેના માટે સર્વસ્વ આપી દેવા તૈયાર હતો. તેણે લગ્નની ના પાડીને મારું દિલ તોડી નાંખ્યું હતું. આજે હું તેને છેલ્લીવાર મળીને જુનાગઢ જઇ ગિરનાર પરથી પડતું મુકીને મારો જીવ દઇ દેવાનો નિર્ણય કરીને નીકળ્યો હતો. પરંતુ વાતચીત દરમિયાન સોનીએ ન બોલાવનું બોલી તારા જેવા મારે સાંજ પડ્યે ૨૦ જોઇએ. એવું કહેતાં મને ખુબ ગુસ્સો ચડ્યો હતો અને સાથે જ રાખેલી છરી કાઢી સોની પર તૂટી પડ્યો હતો.
2/9

રાજકોટઃ ભાવનગર રોડ પર આવેલા રેડલાઇટ એરિયામાં આજે લોહાણા યુવકે કોલગર્લની હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઈ હતી. કોલગર્લ મોહીદાખાતુન ઉર્ફ સોની અફસરઅલી પઠાણ (ઉ.૨૮)ની હત્યા કરનાર જામનગરના લોહાણા યુવાન જયદિપ તુલસીદાસ સેતા (ઉ.૩૦)એ કોલગર્લની હત્યા કેમ કરી તે અંગે ઘટસ્ફોટ કર્યો છે. સ્થાનિક અખબાર સાથે વાત કરતાં જયદીપે જણાવ્યું હતું કે, હું સોનીને દર મહિને ૧૫ હજાર રૂપિયા આપતો હતો, પણ તેને પૈસા ઓછા પડતા હતા. આજે તેણે મને કહ્યું કે, 'મારે સાંજ પડ્યે તારા જેવા ૨૦ જોઇએ...પ્રેમ નહીં ,પૈસા જોઇએ...' એવું બોલતાં પિત્તો ગયો ને પતાવી દીધી. હું સોનીને અનહદ પ્રેમ કરતો હતો. મહિને જે કમાતો તેમાંથી ૧૫-૧૭ હજાર તેને આપી દેતો હતો. હું તેને તેનો ધંધો છોડી દેવા કહી મારી સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. પરંતુ તે હવે એમ કહેતી હતી કે તું જે પૈસા આપે છે તેનાથી કંઇ ન વળે, મારે મહિને લાખ એકનો ખર્ચો છે...તેના આવા વલણથી હું કંટાળી ગયો હોવાથી હું પોતે જ આજે જુનાગઢ જઇ ગિરનાર પરથી કૂદકો મારીને મરી જવાનો હતો. આગળ વાંચોઃ જયદીપે પોતાના પ્રેમપ્રકરણ વિશે બીજા શું કર્યા ખુલાસા
Published at : 19 Sep 2016 05:28 PM (IST)
View More





















