પતિના આવા વલણથી યુવતીને આખો દિવસ ઘરમાં જ વિતાવવો પડે છે. જેનાથી પોતે એકલતાનો અનુભવ કરી રહી છે. એટલું જ નહીં આ મુદ્દે પતિને વાત કરતાં તે ગુસ્સો કરી પોતાને અપશબ્દો સાથે વાણીવિલાસ કરતા હોવાનું જણાવ્યું છે.
2/5
રાજકોટમાં રહેતા તબીબના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે લગ્ન જીવનના ટૂંકા જ સમયમાં યુવતીને એવું લાગવા માંડ્યું હતું કે, પતિ તેના પર વધુ ધ્યાન આપવાને બદલે તેમનો વધુ સમય હોસ્પિટલમાં અને દર્દીઓ પાછળ વિતાવી રહ્યો છે. આમ સામાન્ય મુદ્દાએ બંનેના દાંપત્ય જીવનમાં તિરાડ પડી અને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
3/5
ફરિયાદને પગલે પોલીસે તબીબ પતિની પૂછપરછ કર્યાં બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. હાલ કોર્ટ દ્વારા આવા નજીવા મુદ્દે દાંપત્ય જીવનમાં પડેલી તિરાડને અટકાવવા માટે કાઉન્સેલિંગ કરવાના પ્રયાસો કરી રહી છે.
4/5
પોલીસ ફરિયાદમાં તબીબ પતિ પોતાના પર ધ્યાન આપતા ન હોવા ઉપરાંત પોતાની સાથે પતિ તહેવારો પણ ઉજવતાં નથી અને પતિ તેમના મિત્રો સાથે પાર્ટીની ઉજવણી કરતા હોય છે. જે પાર્ટી પોતાને પસંદ નથી આવતું.
5/5
રાજકોટ: રાજકોટમાં વધી રહેલા ઘરેલું હિંસાના બનાવો વચ્ચે તબીબ પત્નીએ પતિ પોતાના પર ધ્યાન આપવાને બદલે હોસ્પિટલ અને દર્દીઓ પર જ ધ્યાન આપતા હોવાની ફરિયાદ સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જોકે આવા નજીવા પ્રશ્નોનું નિવારણ લાવવા કોર્ટ દ્વારા જ કાઉન્સેલિંગ કરી દાંપત્ય જીવનમાં વધુ તિરાડ ન પડે તેનું નિવારણ લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે.