શોધખોળ કરો
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ટ્રક યમ બનીને ત્રાટક્યો, ત્રણના મોતથી અરેરાટી
1/8

2/8

3/8

4/8

5/8

રાજકોટઃ રાજકોટ-ભાવનગર હાઈ-વે પર સરદાર પાસે બેફામ બનેલા ટ્રકે કાર, બે બાઇક ચાલક અને રીક્ષાને અડફેટે લેતા ત્રણ લોકોનો મોત થયા છે. જ્યારે ચાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માત થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બચાવકામગીરીમાં જોડાયા હતા.
6/8

7/8

આ અકસ્માતને કારણે છેલ્લા એક કલાકથી રસ્તા પર ચક્કાજામ થઈ ગયો છે. ઘાયલોને 108 દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણથી ચાર લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા ઉપર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
8/8

આ અંગેની વિગતો એવી છે કે, સરધાર પાસે ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. બેફામ સ્પીડે જતાં ટ્રકે ઇકો કાર, રીક્ષા અને બે બાઇકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
Published at : 28 Apr 2018 03:31 PM (IST)
Tags :
Rajkot AccidentView More





















