રેલવે અને અમારા બધાં તરફથી નીનાને ખૂબ જ અભિનંદન. અહીંથી પણ તેને પૂરો સપોર્ટ મળતો હતો. અમારાથી બનતો સપોર્ટ કર્યો હતો. તેને પણ હંમેશા પોતાની મહેનત પર વિશ્વાસ હતો. 2012થી રાજકોટમાં નોકરી કરતી હતી. મને જાણ છે ત્યાં સુધી તેનો પરિવાર રાજકોટમાં નથી રહેતો તેવું રાજકોટ રેલવેના ડીઆરએમ પી.બી.નિનાવેએ જણાવ્યું હતું.
2/6
ત્યાર બાદ તેણે છેલ્લા બે મહિના પોતાના પતિ પિન્ટો મેથ્યુ સાથે હાર્ડવર્ક સાથે તાલીમ લઈ રહી હતી. પિન્ટોએ મારી તાલીમ લીધી પછી છેલ્લા બે મહિનાથી હું ખૂબ મહેનત કરતી હતી. જેનું પરિણામ તમે બધાં જોઈ રહ્યા છો. સિલ્વર મેડલ જીતીને નીનાએ નિર્ણય કર્યો હતો કે, તેનું ધ્યાન તેના પરિવાર તરફ જશે.
3/6
દેશને સિલ્વર મેડલ અપાવનાર નીનાના એક નિવેદન પ્રમાણે તેણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મુખ્ય કોચ બેટરોસ બેડોરસિયન હેઠળ રાષ્ટ્રીય શિબિરમાં તે આરામદાયક પ્રશિક્ષણ અનુભવતી ન હતી.
4/6
આ સાથે 2017માં જ ચીનમાં આયોજીત એશિયન બેન્ડ પ્રિક્સ એથ્લેટીક મીટમાં દેશને એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ અપાવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની લાંબીકૂદ સ્પર્ધામાં તેણે 6 વર્ષ સતત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
5/6
નીના વરકિલ મૂળ કેરળની વતની છે. 17 ફેબ્રુઆરી 2012માં તેની રાજકોટ રેલવે મંડળમાં નિયુક્તી થઈ હતી. હાલ તે રાજકોટ રેલવે સ્ટેશન પર ટીકિટ ચેકર તરીકેની ફરજ બજાવી રહી છે. નીના વરકિલ પહેલેથી જ એથ્લીટ છે. 2017માં એશિયન એથ્લેટીક ચેમ્પિયનશીપમાં તેણે લાંબી કૂદ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
6/6
રાજકોટ: હાલ ઇન્ડોનેશીયામાં ચાલી રહેલી ‘એશિયન ગેમ્સ 2018’માં રાજકોટ રેલવે સ્ટેશનમાં 'ટીકિટ ચેકર તરીકે ફરજ બજાવતી મહિલા એથ્લીટ નીના વરકિલ લાંબી કૂદમાં સિલ્વર મેડલ મેળવી રાજકોટ સહિત દેશભરનું નામ રોશન કર્યું છે. નીના વરકિલે લાંબી કૂદની સ્પર્ધામાં ફાઈનલ રાઉન્ડમાં 6.51 મીટર લાંબી છલાંગ લગાવીને બીજો નંબર પ્રાપ્ત કરી દેશને સિલ્વર મેડલ અપાવતાની સાથે સેલિબ્રિટી બની ગઈ છે. રાજકોટ રેલવે સ્ટેશને કામ કરતી આ યુવતીને કોઈ ઓળખતું પણ નહોતું.