શોધખોળ કરો
ખોડલધામ ટ્રસ્ટનું આ મોટું માથું મોદીની હાજરીમાં ભાજપમાં જોડાશે? કઈ લોકસભા બેઠક પરથી આપી શકે ટિકિટ?
1/6

પરેશ ગજેરા ગુજરાતના બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ઉપરાંત ખોડલધામના પ્રમુખ રહી ચૂક્યા હોય ભાજપ યુવા પાટીદાર તરીકે ગજેરાને આગામી ચૂંટણીમાં આગળ કરશે તેવું પણ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. પરેશ ગજેરા ભાજપમાં જોડાશે તો તેમને અમરેલીથી ચૂંટણી લડાવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
2/6

ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પરેશ ગજેરા કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અને રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ હોવાથી તેઓ ખોડલધામ ટ્રસ્ટના કામકાજ પર ધ્યાન આપી શકતા નથી. એટલે તેમણે જાતે જ રાજીનામું આપી દીધું છે, જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે.
3/6

આગામી તા.20ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે આવી રહ્યા છે ત્યારે પરેશ ગજેરા વડાપ્રધાનની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરે તેવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.
4/6

લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ ટ્રસ્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાએ ખોડલધામના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતું. હવે પ્રમુખની જવાબદારી ફરી એકવાર નરેશ પટેલ સંભળાશે. ખોડલધામ ખાતે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં પરેશ ગજેરાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું હતું.
5/6

લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. હવે પરેશ ગજેરા પર ભાજપની નજર ઠરી હોય તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે અને એવી પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પરેશ ગજેરાનો ગઢ ગણાંતા એવી અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
6/6

રાજકોટઃ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પરેશ ગજેરાના રાજીનામું કેમ આપ્યું તેની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરેશ ગજેરા ગત વિધાનસભાની ચૂંટણી વખતથી ભાજપ તરફે ઢળ્યાં હતા અને આગામી દિવસોમાં પરેશ ગજેરા નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
Published at : 15 Jul 2018 10:34 AM (IST)
View More





















