શોધખોળ કરો
રાજકોટઃ દીકરીના ફિયાન્સ સાથે મમ્મીની કામલીલા, ભાંડો ફૂટતાં બહાર આવી આઘાતજનક વાતો, પછી શું થયું?
1/6

વાત જાણે એવી છે કે, રાજકોટની જલારામ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ જીવણભાઈ ગોહેલ(ઉ.વ.46)ની દીકરીની રાજકોટના જ મયુર પરમાર સાથે ગત અખાત્રીજાના રોજ એંગેજમેન્ટ કરી હતી. યુવતી ભાવિ પતિ સાથે સુખી જીવનના સપના જોઈ રહી હતી, પરંતુ પોતાનો ફિયાન્સ તેના કરતાં મમ્મીની દરકાર વધુ રાખતો હતો. પહેલાં તો યુવતીને બધું સામાન્ય લાગ્યું, પરંતુ વારંવાર આવું બનતાં તેણે તપાસ કરતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની મમ્મીને પોતાના ફિયાન્સ મયુર સાથે રિલેશન હતાં.
2/6

આ પ્રેમસંબંધની જાણ થતાં સગાઇના પંદર દિવસમાં જ સગાઇ ફોક કરી નાંખી હતી. પરંતુ સગાઇ તોડી નાંખ્યા પછી પણ સાસુ અને દીકરીના પૂર્વ ફિયાન્સ વચ્ચે સંબંધો ચાલુ રહેતા તેમજ પત્નીએ મયુર સાથે રહેવા માટે પતિ પાસે છૂટાછેડા માગતા યુવતીનો પરિવાર ગાંધીગ્રામ પોલીસ સ્ટેસનમાં પહોંચ્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચેલી યુવતીએ ઉપર પ્રમાણેની હકિકત કહેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એટલું જ નહીં, યુવતીના પિતાએનો દાવો છે કે, તેમની પત્નીના મયુર સાથે પહેલાથી જ સંબંધો હતા.
Published at : 21 Oct 2016 10:53 AM (IST)
View More





















