વિજયે થાઈલેન્ડની ચારેય યુવતીઓ ટુરીસ્ટ અને મલ્ટીપલ વીઝા ઉપર ભારત આવ્યાની જાણ હોવા છતાં તેમને કામ પર રાખી હતી. પોલીસે વિઝાના નિયમોનો ભંગ કરવા અંગે થાઈલેન્ડની ચારેય યુવતીઓ સામે પણ આ વખતે કાનૂની કાર્યવાહીના સંકેતો આપ્યા છે.
2/5
પોલીસે તેનાં વિરુદ્ધ ઈમ્મોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તેની પાસેથી રૂપિયા 10,500 રોકડા, બે મોબાઈલ પણ કબ્જે કર્યા હતા. નિયમ મુજબ આ ગુનામાં થાઈલેન્ડની ચારેય યુવતીઓને સાક્ષી બનાવવામાં આવી છે. વિજય સામે ફોરેન્સ એમેન્ડમેન્ટ 2004ની કલમ મુજબ પોલીસે અલગથી ગુનો દાખલ કર્યો હતો.
3/5
પોલીસને દરોડામાં ચોંકાવનારી માહિતી મળી હતી કે, સ્પાનો સંચાલક વિજય હર્ષદરાય જોષી (ઉ.વ. 24, રહે. ગાંધીગ્રામ) દેહવ્યાપાર કરાવતો હતો. તે એક ગ્રાહક પાસેથી સેક્સ માણવા માટે રૂપિયા 2500 વસૂલતો હતો અને થાઈલેન્ડની યુવતીને 1000 રૂપિયા આપીને બાકીના 1500 રૂપિયા પોતે રાખી લેતો હતો.
4/5
આ સૂચનાને પગલે એસીપી રાઠોડે માલવીયાનગર પોલીસને સાથે રાખી રવિવારે સાંજે નાના મવા રોડ પર રાજનગર ચોક પાસે સ્થિત 'ઓશન' સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. આ ગ્રાહકે બોડી મસાજના ઓઠા હેઠળ દેહવ્યાપાર થતો હોવાની વાત સાચી હોવાનું જણાવતાં પોલીસે દરોડો પાડી થાઈલેન્ડની 4 યુવતીઓને ઝડપી લીધી હતી.
5/5
રાજકોટઃ રાજકોટમાં સ્પા અને મસાજ પાર્લરના ઓઠા નીચે સેક્સનો ગોરખધંધો ચાલતો હોવાનું વધુ એક રેકેટ ઝડપાયું છે. આ સ્પા અંગે ઝોન-2નાં ડીસીપી મનોહરસિંહ જાડેજાને બાતમી મળતાં એસીપી બી.બી. રાઠોડને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.