પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ મોકલનાર વ્યક્તિ રાજકોટનો રહેવાસી અને તેનું નામ 68 વર્ષિય નાથા ડોબરિયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ નાથા ડોબરિયાની પુછપરછમાં તેણે કબૂલ્યું કે 1999માં થયેલા બ્લાસ્ટમાં પણ તે માસ્ટરમાઇન્ડ હતો.
2/4
રાજકોટ: ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાંથી મળી આવેલા પાર્સલ બોમ્બ પ્રકરણનો ભેદ પોલસે ઉકેલી કાઢ્યો છે. રાજકોટ રૂરલ પોલીસે બોમ્બના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી લીધી છે. આરોપીએ મકાનના રૂપિયાની લેતી દેતી વખતે બૉમ્બ મુક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સિવાય એક મોટો ખુલાસો પણ થયો છે. આરોપીની સઘન પૂછપરછમાં અન્ય એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. આરોપી દ્વારા વર્ષ 1999 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ મામલે પોતે બૉમ્બ મુક્યો હોવાનું કબુલ્યું છે.
3/4
ઓરાપીએ ત્રણ મહિના સુધી પોતાના ઘરે જ બોમ્બ બનાવ્યો હતો. આ બોમ્બ ઘરના સભ્યોથી છુપાવીને રાખવામાં આવ્યો હતો. આ બૉમ્બની તીવ્રતા 8 જીલેટિન 9 ડિટોનેટર હતા. જો બોમ્બ ફૂટ્યો હોત તો આખો પરિવાર મોતને ભેટતો. 1998/99 વખતે જે બોંમ્બ બનાવાયો હતો તેમાં 4 ડિટોનેટર હતા.
4/4
1999 માં આ આરોપી દ્વારા ઉપલેટા માં જમીન મુદ્દે એક ઓફિસમાં બૉમ્બ મુક્યો હતો જેમાં 2 ના મોત થયા હતા. સાથે જ તેણે કબૂલ્યું કે ઉપલેટાની સ્કૂલમાં બોમ્બ રાખવા પાછળનો તેનો હેતુ પૈસાની લેતી દેતી મામલે બદલો લેવા માટે બોમ્બ રાખ્યો હતો.