શોધખોળ કરો
ધોની-ભૂવનેશ્વરની લડાયક ઇનિંગના જોરે ભારતે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 2-0થી આગળ
1/5

ત્યારબાદ ગુણાથિલકા 19 રને ચહલની ઓવરમાં ધોનીના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. આ સ્ટમ્પિંગ સાથે જ ધોનીએ કુમાર સંગાકારાની (99) સૌથી વધુ સ્ટમ્પિંગના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. કુસલ મેન્ડિસ 19 રને ચહલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. એન્જેલો મેથ્યૂઝ 20 રને અક્ષર પટેલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. સીરીવર્દને 58 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. ચમારા કપુગેદરા 40 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો.
2/5

શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 236 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મિલિંદા સીરીવર્દનેએ 58 જ્યારે ચમારા કપુગેદરાએ 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાને પ્રથમ ફટકો આક્રમક રમી રહેલા નિરોશન ડિકવેલાના રૂપમાં લાગ્યો હતો. ડિકવેલા 31 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં ધવનને કેચ આપી બેઠો હતો.
Published at : 25 Aug 2017 07:48 AM (IST)
View More






















