શોધખોળ કરો
Advertisement
આ છે IPL ઈતિહાસના સૌથી ફ્લોપ કેપ્ટન, ટોપ પર છે આ મહાન ક્રિકેટર
આ યાદીમાં સંગાકારા સૌથી નિષ્ફળ કેપ્ટન છે. સંગાકારાએ કિંગ્સ ઇલેવન પંજાબ, ડેક્કન ચાર્જર્સ જે હવે સનરાઇઝર્સ હૈદરાબાદ છે, માટે કેપ્ટન્સી કરી છે.
નવી દિલ્હીઃ ટી20 ક્રિકેટમાં સારો કેપ્ટન કોઈપણ ટીમની સફળતાનું કારણ હોય છે. યોગ્ય સમયે બોલિંગમાં પરિવર્તન, બેટ્સમેનોનો યોગ્ય બેટિંગ ક્રમ નક્કી કરવો આ બધું કેપ્ટનના હાથમાં હોય ચે અને આઈપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટમાં તો કેપ્ટનનું મહત્ત્વ વધારે વધી જાય છે, કારણ કે ટૂર્નામેન્ટ 2 મહિના સુધી ચાલે છે. અમે આડે તમને આઈપીએલ ઈતિહાસના 5 સૌથી ખરાબ કેપ્ટનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રાહુલ દ્રવિડ- દ્રવિડે આરસીબી, રાજસ્થાન રોયલ્સ માટે કેપ્ટન્સી કરી છે. જેમાં તેનો રેકોર્ડ આ પ્રમાણે છે. મેચ-48, જીત-22, હાર-26, ટાઈ-0, જીતની ટકાવારી 45.83% (PC - IPL)
જોર્જ બેલી- બેલીએ માત્ર કિંગ્સ ઇલેવન પંજાબ માટે કેપ્ટન્સી કરી છે. જેમાં તેણે 36 મેચમાં 16માં જીત, 19માં હાર અને એક મેચમાં ટાઈ કરી છે. આમ તેની જીતની ટકાવારી 44.44%
સૌરવ ગાંગુલી- ગાંગુલીએ કોલકાતા નાઇટ રાઇડર્સ, પુણે વારિયર્સ ઈન્ડિયા માટે કેપ્ટન્સી કરી છે. જેમાં તેણે 42 મેચમાં 17માં જીત અને 25માં હાર મેળવી છે. જીતની ટકાવારી 40.48% છે.
મહેલા જયવર્ધને- જયવર્ધનેએ કિંગ્સ ઇલેવન પંજાબ, કોચ્ચિ ટસ્કર્સ કેરળ અને દિલ્હી ડેયરડેવિલ્સ જે હવે દિલ્હી કેપિટલ છે તેના માટે કેપ્ટન્સી કરી. જયવર્ધનેનો રેકોર્ડ આવો છે. મેચ-30, જીત-10, હાર-19, જીતની ટકાવારી-33.33%
કુમાર સંગાકારા- આ યાદીમાં સંગાકારા સૌથી નિષ્ફળ કેપ્ટન છે. સંગાકારાએ કિંગ્સ ઇલેવન પંજાબ, ડેક્કન ચાર્જર્સ જે હવે સનરાઇઝર્સ હૈદરાબાદ છે, માટે કેપ્ટન્સી કરી છે જેમાં તેનો રેકોર્ડ કંઈક આવો છે. મેચ-47, જીત-15, હાર-30, ટાઈ-2, જીતની ટકાવારી-31.91%
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion