શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
DDCAની બેઠકમાં મારામારી, ગૌતમ ગંભીરે દોષિઓ પર બેન લગાવવાની કરી માંગ
રાજન મનચંદાએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે ડીડીસીએના સદસ્ય મકસૂદ આલમે મારપીટ કરી છે.
![DDCAની બેઠકમાં મારામારી, ગૌતમ ગંભીરે દોષિઓ પર બેન લગાવવાની કરી માંગ A scuffle broke out during agm of delhi and districts cricket association DDCAની બેઠકમાં મારામારી, ગૌતમ ગંભીરે દોષિઓ પર બેન લગાવવાની કરી માંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/29225002/DDCA.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં આજે ભારે હંગામો થયો હતો. સંયુક્ત સચિવ રાજન મનચંદા સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી. રાજન મનચંદાએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે ડીડીસીએના સદસ્ય મકસૂદ આલમે મારપીટ કરી છે.
સુત્રોની જાણકારી અનુસાર મનચંદા સાથે એપેક્સ કાઉન્સિલના સદસ્યોએ ધક્કા મુક્કી કરી. હંગામો વધારે થતા પોલીસને બોલાવવામાં આવી હતી. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ મામલામાં ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને ટ્વીટ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગૌતમ ગંભીરએ કહ્યું કે ડીડીસીએ તેની હદથી બહાર જતુ રહ્યું છે. સમગ્ર ડીડીસીએએ શરમજનક કામ કર્યું છે. ગૌતમ ગંભીરે માંગ કરી છે કે ડીડીસીએ તાત્કાલિક નાબૂદ કરવામાં આવે. જ્યારે તેમાં સામેલ દોષીઓ પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ.#WATCH: A scuffle broke out during the Annual General Meeting (AGM) of Delhi and Districts Cricket Association (DDCA) today, where members were protesting against the removal of Justice (Retd) Badar Durrez Ahmed. BJP MLA OP Sharma was also manhandled. pic.twitter.com/WGcWlVjE7h
— ANI (@ANI) December 29, 2019
બેઠકનાં મારપીટનો આ વિડિયો સોશ્યલ મિડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વાયરલ વિડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આગળની હરોળમાં બેઠેલા કેટલાક લોકો સામે આવે છે. અને સામ સામે ઝગડો કરે છે. સાથે સાથે લોકો એકબીજા પર ખરાબ રીતે મારપીટ અને ધક્કામૂક્કી કરતા નજરે આવી રહ્યા છે.DDCA GOES “ALL OUT”...AND DDCA IS ALL OUT FOR A SHAMEFUL DUCK. Look, how handful of crooks are making mockery of an institution. I’d urge @BCCI @SGanguly99 @JayShah to dissolve @delhi_cricket immediately. Surely, sanctions or even a life ban for those involved. pic.twitter.com/yg0Z1kfux9
— Gautam Gambhir (@GautamGambhir) December 29, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)