શોધખોળ કરો
Advertisement
ભારતના આ સ્ટાર ક્રિકેટરનાં ઘરનાં જોવા મળી આસારામની તસવીર, યૂઝર્સે ટ્રોલ કરતાં તસવીર કરી.....
આ તસવીરને કારણે ઈશાંત શર્માને લોકો ટ્રોલ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ આ દિવાળી પર ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ એક ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. આ ફોટોમાં ઇશાંત તેના ફેમિલી સાથે ચાહકોને દિવાળીને શુભકામનાઓ પાઠવતો દેખાય છે. જો કે આ ફોટોની પાછળ દેખાતા રૂમમાં ગુજરાતના ઢોંગી બાપુ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ બદલ જેલની હવા ખાઈ રહેલા રીઢા ગુનેગાર આસારામની મોટી સાઈઝની તસ્વીર જોવા મળી છે.
આ તસવીરને કારણે ઈશાંત શર્માને લોકો ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સે ઇશાંત શર્માને ટ્રોલ કરતા લખ્યું કે ક્રિકેટ ધર્મ છે તો ઇશાંત શર્મા આ ધર્મનો આસારામ છે. કેટલાક લોકોએ ઇશાંતને આસારામનો સાચો ભક્ત ગણાવ્યો છે.
જોકે જોરદાર ટ્રોલ થતા ઇશાંતે આ ફોટો ક્રોપ કરીને ઇન્સ્ટાગ્રામ પર ફરી પોસ્ટ કર્યો હતો. પરંતુ તેમ છતાં લોકો ઇશાંતને જબરદસ્ત ટ્રોલ કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક યુઝર્સે યૂટ્યૂબ અને ફેસબુક પર ઇશાંત શર્માના આસારામ બાપૂની ભક્તિ કરતા કેટલાક વીડિયો પણ પોસ્ટ કર્યા. જે હવે ટ્રેન્ડ થઈ રહ્યા છે. લોકો આ વીડિયોઝને શેર કરીને મજા લઈ રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઇશાંત શર્મા અને તેનો આખો પરિવાર આસારામના ભક્ત છે. ઇશાંતના પરિવારે એવો પણ દાવો કર્યો હતો કે ઇશાંતની અત્યાર સુધીની સફળતા પાછળ આસારામનો હાથ છે. આ વાત તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહી હતી.
ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ હાલ દુષ્કર્મના મામલે જોધપુર જેલમાં બંધ છે. ઘણી વખત જામીનની અરજી કર્યા છતા કોર્ટ દ્વારા અરજીઓ ફગાવી દેવામાં આવતા આસારામ જેલમાં બંધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
Advertisement