શોધખોળ કરો
Advertisement
આ ઝડપી બોલરનો તરખાટ, એક જ ઓવરમાં ઝડપી પાંચ વિકેટ
આ ઓવરમાં તેણે હેટ્રિક સહિત પાંચ વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હીઃ સૈયર મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની સેમિફાઇનલમાં અભિમન્યુ મિથુને શઆનદાર બોલિંગ કરી હતી. શુક્રવારે સુરતમાં હરિયાણા વિરુદ્ધ રમાયેલી મેચમાં કર્ણાટકના 30 વર્ષના બોલર મિથુને એક જ ઓવરમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હરિયાણાની ઇનિંગની અંતિમ ઓવરમાં મિથુને પાંચ ઓવર ઝડપી હતી. આ ઓવરમાં તેણે હેટ્રિક સહિત પાંચ વિકેટ ઝડપી હતી. મિથુને આ ઇનિંગમાં ચાર ઓવરમાં 39 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
હિમાંશુ રાણા, રાહુલ તેવટિયા, સુમિત કુમાર, અમિત મિશ્રા અને જયંત યાદવ મિથુનનો શિકાર બન્યા હતા. જેના જવાબમાં કર્ણાટકે ફક્ત 15 ઓવરમાં બે વિકેટ ઝડપી 195 રન બનાવી મેચ જીતી લીધી હતી. ફાઇનલમાં તેનો સામનો રાજસ્થાન અને તમિલનાડુ વચ્ચે બીજી સેમિફાઇનલ મેચના વિજેતા સામે થશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 25 ઓક્ટોબરે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુનામેન્ટની ફાઇનલમાં મિથુને તમિલનાડુ વિરુદ્ધ હેટ્રિક સહિત પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ત્રણેયમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion