શોધખોળ કરો
Advertisement
ભારતની ગ્લેમરસ ટેનિસ સ્ટારે ક્યા ફિલ્મ સ્ટાર સાથે કરી સગાઈ ? જાણીતા ક્રિકેટર અને તેના પુત્ર બંને સાથે હતું અફેર
બંન્નેએ પોતાના સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. વિષ્ણુ હૈદરાબાદમાં બર્થડે સરપ્રાઇઝ માટે ગયા હતા
મુંબઇઃ ફિલ્મ અભિનેતા વિષ્ણુ વિશાલ અને ભારતીય બેડમિન્ટન મહિલા ખેલાડી જ્વાલા ગટ્ટાએ સગાઈ કરી લીધી છે. જ્વાલાએ પોતાના જન્મદિવસના દિવસે પોતાના બોયફ્રેન્ડ વિશાલ સાથે સગાઈ કરી છે. બંન્નેએ પોતાના સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. વિષ્ણુ હૈદરાબાદમાં બર્થડે સરપ્રાઇઝ માટે ગયા હતા, ત્યાં તેમણે એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી દીધી હતી.
સોશિયલ મીડિયા પર જ્વાલા ગટ્ટાએ પણ એન્ગેજમેન્ટ રિંગ શેર કરી છે. વિષ્ણુએ જણાવ્યું કે, રાતમાં તેણે રિંગ મંગાવી અને ગર્લફ્રેન્ડ જ્વાલાને પહેરાવવાનો નિર્ણય કર્યો હતો. વિષ્ણુએ ઇન્સ્ટાગ્રામ પર જ્વાલા સાથે પોતાની તસવીરો શૅર કરતા પોસ્ટ કરી, “હેપ્પી બર્થડે જ્વાલા. જીવનની નવી શરૂઆત… પૉઝિટીવ રહો અને આપણાં સારા ભવિષ્ય માટે કામ કરો. આર્યન, આપણો પરિવાર, મિત્ર અને જે લોકો આસપાસ છે, તમારા બધાંનાં પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.
જ્વાલાએ ટ્વિટર પર તસવીરો શેર કરતા લખ્યું કે, આ ગઇકાલે રાત્રે બન્યુ. આજે જ્યારે હું મારા જીવ વિશે વિચારું છું તો મને અહેસાસ થયો.. આગળ વધવા માટે હજું ઘણું બધું છે જેમાં મારો પરિવાર, આર્યન, મિત્ર અને કામનો સમાવેશ થાય છે. આ એક શાનદાર યાત્રા રહેશે.મહત્વનું છે કે વિશાલ દક્ષિણ ભારતીય ફિલ્મોનો સુપર સ્ટાર છે.
આ અગાઉ જ્વાલાના લગ્ન બેડમિન્ટન ખેલાડી ચેતન આનંદ સાથે 2005માં થયા હતા. જ્યારે વિશાલે 2011માં રજની નટરાજન સાથે લગ્ન કર્યા હતા પરંતુ બાદમાં બંન્ને અલગ થઈ ગયા હતા. તેમનો એક પુત્ર આર્યન પણ છે.
નોંધનીય છે કે જ્વાલા ગટ્ટાને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દિન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી હતી. એક રિપોર્ટ અનુસાર,જ્વાલાના કારણે જ અઝહરે સંગીતા બિજલાનીને છુટાછેડા આપ્યા હતા. તે સિવાય અઝહરે એક સમયે જ્વાલાને બીએમડબલ્યુ કાર પણ ભેટમાં આપી હતી. તે સિવાય એવી પણ ચર્ચા ચાલી હતી કે જ્વાલાને અઝહરુદ્દીનના પુત્ર અસાઉદ્દીન સાથે અફેર હોવાની ચર્ચા થઈ હતી. અબ્બાસને જ્યારે જ્વાલા સાથે અફેરને લઈ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, જ્વાલા અમારી ફેમિલી ફ્રેન્ડ છે. તે હૈદરાબાદની છે અને સ્પોર્ટ્સ પર્સન પણ છે. આ કારણે તે અમારા પરિવારની ઘણી નજીક છે. લવ અફેર જેવી કોઈ વાત નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement