શોધખોળ કરો
Advertisement
કયા ક્રિકેટરના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા? નામ જાણીને ચોંકી જશો
નબીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, હું એકદમ સ્વસ્થ છું. જે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે તદ્દન ખોટો છે. આભાર!
હાલ અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ નબીના મોતની સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. આ અફવાને લઈને ચાહકોએ તેમની સંવેદના વ્યક્ત કરી દીધી હતી. પરંતુ ત્યાર બાદ મોહમ્મદ નબીએ આ ખબરને લઈને ચુપ્પી તોડવી પડી હતી.
સોશિયલ મીડિયા પર એવો મેસેજ વાયરલ થયો હતો કે, મોહમ્મદ નબીનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. જ્યારે તેની જાણકારી 34 વર્ષના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને થઈ તો તેણે તરત જ ટ્વીટ કરી તેના મોતના સમાચારને ખોટી ગણાવી અને કહ્યું હતું કે, તે એકદમ બરાબર છે.
નબીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, હું એકદમ સ્વસ્થ છું. જે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે તદ્દન ખોટો છે. આભાર! આ ઉપરાંત અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રેનિંગ સેશનની પણ તસવીરો શેર કરી છે જેમાં નબી ટ્રેનિંગ કરતા જોવા મળ્યો હતો.Dear friends,
— Mohammad Nabi (@MohammadNabi007) October 4, 2019
Alhamdulillah I am all good, a news disseminated by some media outlets about my demise is FAKE. Thank you.
નબીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જ્યારે ટી-20 અને વન-ડેમાં પણ તેની બોલિંગ અને બેટિંગ માટે તે ચર્ચામાં રહે છે. નબીએ ભારત વિરૂદ્ધ વર્ષ 2018માં ટેસ્ટ ડેબ્યું કર્યું હતું. જે અફઘાનિસ્તાન ટીમની પહેલી ટેસ્ટ મેચ હતી.Some pictures from today's practice match between Mis-e Ainak Knights and Bost Defenders ahead of SCL 2019 at Kabul Cricket Stadium.#SCL2019 #Shpageeza pic.twitter.com/vidSjqIhkR
— Afghanistan Cricket Board (@ACBofficials) October 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion