શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપનો સૌથી ખર્ચાળ બોલર બન્યો આ ખેલાડી, ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ધોઈ નાંખ્યો, જાણો કેટલા રન આપ્યા
રાશિદ ખાને 9 ઓવરમાં 110 રન આપ્યા હતા અને તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. આ સાથે જ રાશિદ ખાન વર્લ્ડકપમાં સૌથી વધારે રન આપનારો સ્પિનર બની ગયો છે.
માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને 71 બોલમાં 148 રન બનાવ્યા હતા. જેમાં તેણે 17 સિક્સ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડના બોલરોએ વર્લ્ડના નંબર 1 સ્પિનર રાશિદ ખાનની સારી ધોલાઈ કરી હતી. રાશિદ ખાને 9 ઓવરમાં 110 રન આપ્યા હતા અને તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. આ સાથે જ રાશિદ ખાન વર્લ્ડકપમાં સૌથી વધારે રન આપનારો સ્પિનર બની ગયો છે. આ ઉપરાંત વન ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન આપનારા બોલરની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. રાશિદ ખાન અફઘાનિસ્તાનનો પણ સૌથી ખર્ચાળ બોલર બની ગયો છે.
વન ડેમાં સૌથી વધુ રન આપનારા બોલર્સમાં માઇકલ લુઇસ પ્રથમ નંબરે છે. તેણે 2006માં સાઉથ આફ્રિકા સામે 10 ઓવરમાં 113 રન આપ્યા હતા. બીજા નંબરે પાકિસ્તાનનો વહાબ રિયાઝ છે. રિયાઝે 2016માં ઇંગ્લેન્ડ સામે નોટિંઘમમાં 10 ઓવરમાં 110 રન આપ્યા હતા.
વર્લ્ડકપ 2019: મોર્ગને ફટકારી સૌથી ઝડપી સદી, જાણો કેટલી સિક્સ મારી શપથ ગ્રહણ બાદ હેમા માલિનીએ કહ્યું- ‘રાધે રાધે, કૃષ્ણં વંદે જગદગુરુ’, જુઓ વીડિયો કુલદીપના બોલ પર ફિદા થયું ICC, આ બોલને ગણાવ્યો વર્લ્ડકપનો શ્રેષ્ઠ બોલ, જુઓ વીડિયો9 overs 110 runs No wickets Rashid Khan hasn't had the best day at the office so far... 😶 pic.twitter.com/DdjWNfz2MS
— Cricket World Cup (@cricketworldcup) June 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement