શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: ક્રિકેટર અંજિક્યે રહાણેએ દાન કર્યા 10 લાખ રૂપિયા
અજિંક્ય રહાણેએ આગળ આવીને કોરોના વાઇરસ સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં 10 લાખ રૂપિયા દાન કર્યા છે.
મુંબઈ: કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ દાન કરી રહ્યા છે ત્યારે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ આગળ આવીને કોરોના વાઇરસ સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં 10 લાખ રૂપિયા દાન કર્યા છે.
ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કોવિડ-19 વિરુદ્ધ ચાલી રહેલી યુદ્ધમાં 52 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમ રાહત ફંડ અને ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં સુરેશ રૈનાએ દાન કર્યું છે.
રહાણે પહેલા વિરાટ કોહલી, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, સુરેશ રૈના, લક્ષ્મી રતન શુક્લા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કોરોના પીડિતો માટે ફંડ આપી ચુક્યા છે. જ્યારે એક્ટર અક્ષય કુમાર, કપિલ શર્મા જેવા સ્ટાર્સ પણ મદદ કરી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion