શોધખોળ કરો
પોતાની છેલ્લી ટેસ્ટમાં કૂકે રચી દીધો ઇતિહાસ, કર્યું એવુ કારનામુ જે સચિન-બ્રેડમેન પણ ના હતા કરી શક્યા
1/6

ભારત સમે 2006માં નાગપુર ટેસ્ટથી ડેબ્યૂ કરનારા કૂકે ત્યારે 106 રનની ઇનિંગ રમી હતી, હવે વિદાય મેચમાં પણ શતક ઠોકનારો તે ઇંગ્લેન્ડનો પહેલો ક્રિકેટર અને દુનિયાનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના રિગી ડૂફ, બિલ પોન્સફોર્ડ, ગ્રેગ ચેપલ અને ભારતના મોહમ્મદ અઝરુદ્દીન આ કમાલ કરી ચૂક્યા છે.
2/6

ક્રિકેટના મહાન બેટ્સમેન બ્રેડમેન 1948માં પોતાની અંતિમ ટેસ્ટ ઇનિંગ દરમિયાન ઓવલ જે મેદાન પર ક્લિન બૉલ્ડ થયા હતા, કૂકે તે જ મેદાન પર પોતાની અંતિમ ટેસ્ટની છેલ્લી ઇનિંગમાં સદી ફટકારી દીધી. વળી સચિનને તો વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ તેની છેલ્લી ટેસ્ટમાં બેટિંગ કરવાનો મોકો જ ન હતો મળ્યો, જોકે, સચિને પહેલી ઇનિંગમાં 74 રનની ઇનિંગ રમી હતી પણ સદીથી ચૂક્યો હતો.
Published at : 11 Sep 2018 10:52 AM (IST)
View More





















